July 28th 2011

ડગલાંની દોર

.                 ડગલાંની દોર

તાઃ૨૮/૭/૨૦૧૧                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

માગણી કદીના મનથી કરવી,એ કર્મના બંધને મેળવાય
જીવની જ્યોત પ્રગટે છે ત્યાં,જ્યાં મુક્તિ માર્ગ મળી જાય
.                     ………..માગણી કદીના મનથી કરવી.
કદમ ભરે જ્યાં બાળક ઘરમાં,ત્યાંથી ચાલતા શીખી જાય
આંગળીપકડી માતાની જ્યાં,ત્યાં દેહે સભાનતા મેળવાય
માનવદેહની સમજ અનોખી,જે તેના ડગલાથી જ દેખાય
એક એક ડગલું સાચવતાં,જીવનમાં સરળ રાહ મળી જાય
.                      ………. માગણી કદીના મનથી કરવી.
જુવાનીના જોશને સાચવી,જીવથી  ભક્તિભાવ સચવાય
નાજુક દેહને કેડી મળતાં,જીવનો આજન્મ સફળ થઈજાય
ભણતરની સીડીને જોતાં,ત્યાં મહેનતનો સંગ લેવાઇ જાય
મળે દેહને લાયકાત જીવનમાં,જે જીવન સાર્થક કરી જાય
.                      ………..માગણી કદીના મનથી કરવી.

===============================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment