July 28th 2011

કરતારની કલમ

.                   કરતારની કલમ

તાઃ૨૮/૭/૨૦૧૧                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભાગ્ય માગે નામળતુ આ દેહે, એતો જીવની છે ઘટમાળ
ઉજ્વળ જીવન મળે ભક્તિએ,જે કરતારની કલમે લખાય
.                       ………..ભાગ્ય માગે ના મળતુ આ દેહે.
માયામોહ ને આશા નિરાશા,એતો અવની પરના છે દ્વાર
વળગે  છુટે એ દેહને અવનીએ,ના  કોઇનાથીય  છટકાય
નિર્મળરાહની જ્યોતજલે ત્યાં,જ્યાં સંત જલાસાંઇ ભજાય
પ્રભુભક્તિની આ છે અનોખીચાવી,જે પ્રભુ કૃપા દઈ જાય
.                      …………ભાગ્ય માગે ના મળતુ આ દેહે.
સરળ માર્ગની માગણી સૌની,જ્યાં જીવને દેહ મળી જાય
શીતળતાનો  સહવાસ મળે,જે સાચી ભક્તિ એ લઈ જાય
કર્મના બંધન મળે કલમથી,જ્યાં દેહથી લેણદેણ સહેવાય
મુક્તિદ્વારની ખુલે ત્યાં સાંકળ,જ્યાં નિર્મળભક્તિ થઈજાય
.                      …………ભાગ્ય માગે ના મળતુ આ દેહે.

{{{{{{{{{{{{{{{{{{{{}}}}}}}}}}}}}}}}}}}

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment