February 5th 2010

પુ.સાહેબ અને બાને

      પુજ્ય સાહેબ અને બાને પ્રેમથી અર્પણ.

તાઃ૫/૧/૨૦૧૦                                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

પિતાનો પ્રેમ અમને મળ્યો, મારા પુજ્ય સાહેબથી
અને માતાનોપ્રેમપણ,મળી ગયો પુજ્ય કાશીબાથી

ઉજ્વળ જીવન જીવવાને,આનંદ જીવનમાં આપ્યા
પ્રેમ મેળવવા ભાઇઓનો, હ્યુસ્ટનમાં અમને  લાવ્યા

ભણતરની સીડીએ મળ્યા,પુજ્ય અંબાલાલ સાહેબ
એકડો બગડો શીખવાડી,જગે ઉજ્વળ સોપાન દીધા

આશીર્વાદની વર્ષા એ,સફળતા મેં ભણતરે મેળવી
પ્રેમ પામી સાહેબનો પ્રદીપે,જીવતરની કેડી લીધી

બાનો પ્રેમ રમાને મળતાં,સંસ્કારસિંચન મળી ગયા
ઉજ્વળ જીવનની કેડીમળી,આશિર્વાદ બંન્નેનામળ્યા

વિનુભાઇનાઆશીર્વાદમળ્યા ને સ્મિતાભાભીનોપ્રેમ
મોટાભાઇની લાગણીદઇને,દીધા અમને હૈયાનાહેત

વસંતભાઇનો પ્રેમ,વિણાબેનની લાગણી અમનેમળી
શીતલ આકાશ ચાંદનીનો પ્રેમ,રવિ દીપલને મળ્યો

રાજુભાઇનો પણ પ્રેમ મળ્યો,જાણે ભાઇ ભાઇના પ્રેમ
અમીબેનના લાગણી સ્નેહ,અમે હૈયેથી મેળવી લીધા

રવિદીપલના ઉજ્વળજીવનમાં,આશીર્વાદ મળી ગયા
બાદાદાને અને કાકાકાકીને,વંદનકરતાં કૃપામળી ગઇ

ઉજ્વળજીવનનીકેડી જોતાં,જીવનમાં શાંન્તિઆવીગઇ
સાર્થકજીવનની રાહમળી,ને સાચુસગપણ મળ્યુ અહીં

*****************************************
          આણંદથી અમેરીકાની સફરમાં અમને તેમના સંતાન ગણી
મારા પુજ્ય શ્રી અંબાલાલ સાહેબ પુજ્ય કાશીબા તથા તેમના ત્રણેય
દીકરાઓએ મને ભાઇનો પ્રેમ આપી સંપુર્ણ સહકાર આપ્યો.આ દેશમાં
ઘરમાં સ્થાન આપી મને,રમાને,રવિને તથા દિપલને ભાવી ઉજ્વળ
કરવામાં તનમનથી સાથ આપી ઉભા કર્યા છે તે આભાર વ્યક્તકરવા
આ લખાણ તેઓને પ્રેમ સહિત યાદગીરી તરીકે અર્પણ.
લી.પ્રદીપ,રમા,રવિ તથા દીપલના જય શ્રી કૃષ્ણ.

April 21st 2009

ગુજરાતી સાહિત્ય સરીતા

            ગુજરાતી
                              સાહિત્ય
                                               સરિતા

તાઃ૨૦/૪/૨૦૦૯                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગુ     ગુજરાતીઓ આખા જગતમાં પ્રસરેલા છે.
     જગતની શાનમાં ગુજરાતીઓના નામ છે.
રા     રાખે શ્રધ્ધા અને કરે મહેનત તે ગુજરાતી.
તી    તીર્થસ્થાનને પવિત્ર રાખવુ તે ગુજરાતીઓમાં સંસ્કાર છે.

સા    સાહસ કરવુ એ ગુજરાતીઓની ગળથુથીમાં છે.
હિ     હીંમત રાખી જીવન જીવે તે ગુજરાતી.
ત્ય    ત્યજેલ માર્ગને ભુલી જવું તે ગુજરાતીઓની શાન છે.

     સમયને પારખી સફળતા મેળવે તે સાચો ગુજરાતી.
રી     રીતરિવાજમાં ગુજરાતીઓ જગતમાં મોખરે છે.
તા    તારણહાર ફક્ત પરમાત્મા જ છે તે સાચી સમજ ગુજરાતીઓમાં જ છે. 

       હ્યુસ્ટનના મારા ગુજરાતી સાહિત્ય સરિતાના પ્રભાવશાળી અને ઉચ્ચકક્ષાના
લેખકોની કદર રુપે ઉપરોક્ત લખાણ પ્રેમ સહિત અર્પણ. પ્રદીપ બ્રહ્મભટ્ટ.

January 17th 2009

૧૭ મી જાન્યુઆરી

                                ૧૭મી જાન્યુઆરી

તાઃ૧૭/૧/૨૦૦૯                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

આંખો ખુલી જ્યાં અવનીપર ત્યાં માતાપિતા હરખાય
દિકરીના દેહને નિરખી સગાવ્હાલાના હૈયે આનંદથાય

૧૭મી જાન્યુઆરીનાદિને અવનીપર આગમન થયેલ
વ્હાલા મારા મોટી બહેનનો ૬૪મો જન્મદિન ઉજવાય

જલાબાપાને પ્રાર્થના કરુ ને સાથે સાંઇબાબાને વિનંતિ
દેજો ઉજ્વળ જીવન રહે ભક્તિસંગે નારહે કોઇ વ્યાધી

પ્રેમ મળ્યો છે સાચો અમને ના દીઠો કોઇ સ્વાર્થ કંઇ
ભક્તિપ્રેમથી કરતાં વ્હાલી દીકરીઓ રેખાસપના સંગ

પ્રેમાળ અમારા લાલજી સંગે સથવાર બની સદા રહે
આંટીઘુટીની વ્યાધીમાં સાંઇભક્તિમા પ્રેમે વળગી રહે

સાચીભાવના ને સાચોપ્રેમ બેનનો અમોને મળી જતો
પ્રભુ પ્રાર્થના મનથી કરીએ સર્વસુખ જગના મળી રહે

જલાબાપાનેસાંઇબાબાની સાચી ભાવનાએ પુંજાકરીએ
ઉજ્વળ જન્મ થાય અમારો એવુ સંતથી સદા માગીએ

+++++++++++++++++++++++++++++++++++++++++++++++
              મારા પુજ્ય મોટીબહેન શકુબેનનો આજે જન્મદિન છે તો તે પ્રસંગે સંત
શ્રી જલારામ બાપા તથા શ્રી સાંઇબાબાને અંતરથી પ્રાર્થના કરીએ કે સારાઆરોગ્ય
સહિત લાંબુ આયુષ્ય અને તેમની સર્વ મનોકામના પુર્ણ કરે.

September 22nd 2008

મા ની છાયા

 ………………………. મા ની છાયા

તાઃ૨૧/૯/૨૦૦૮                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળતી નથી મને હું શોધુ તારી મમતા,
નથી રહી હવે તારાવગર મારી ક્ષમતા.

મા તને નીરખી મને જશોદાની યાદઆવે,
માખણ ના ચોરું તોય ટપલાં મને તુ મારે.

પગલી ભરુ ત્યાં તું આંગળી જ પકડતી,
પડી જઉ ત્યાં તું લાડકોડ પણ કરતી.

જીવને જગતમાં પરમાત્માએ મોકલ્યો,
તારા થકી મા જીવે અવનીએ દેહ લીધો.

તારી નજરમાં ના કોઇ ભેદભાવ મેં જોયા,
સદા નિરંતર અમો પર પ્રેમના વાદળ તેં ઢોળ્યા.

મા નો પ્રેમ મેઘ જેવો છે,જે હંમેશા વરસે જ છે અને સંતાનોને ટાઠક આપે છે.

June 8th 2008

મારા પિતાજી

pappa-dipal.jpgpitaji.jpg                              

 

                        મારા પિતાજી     ( My વ્હાલા Dad)

૨૮/૫/૨૦૦૮                                                                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

          અચાનક એક પત્થર આવી કપાળે અથડાયો તેમના શરીરનું બેલેન્સ ના રહ્યું અને તે જમીન પર ઉંધા પડી ગયા, કપાળમાં વાગ્યું હોવાને કારણે લોહી નીકળતું હતું. મે મારી આંખોથી આ જોયુ પણ હું કાંઇ જ ના કરી શકુ તેમ હતું.  ગામના  સાર્વજનીક મેદાન પર અમે રમતા હતા તે દરમ્યાન સામેની ટીમના એક   મારવાડીના છોકરાને ખોટી રીતે નાની બાબતમાં ઉશ્કેરાઇ જઇ ઝગડો કરતા અમે ચારપાંચ ભાઇબંધોએ ગડદાપાટુ અને સોટીઓથી ખુબ માર્યો જે છટકીને તેના ઘેર નાસી ગયો. રવિવારની સવારમાં દસના આરસામાં અમે બધા રમતા હતા ત્યારે આ બનાવ બન્યો હતો.અમેતેને મારીને ઘેર દોડી આવ્યા. આની  જાણ ઘરમાં કોઇને કરી ન હતી. હું ઘરમાં કાંઇજ કહ્યા વગર સીધો ચુપ હતો. ત્યાં અચાનક બુમ બરાડાને અવાજ સંભળાતા ધીમે રહી બહાર ડોકાતા પેલા મારવાડી છોકરાએ મારી તરફ આંગળી ચીધી કહે પેલો રહ્યો અને હું સંતાવા ઘરમાં દોડ્યો ત્યાં મારા પિતાજી બહાર જોવા આવતા કંઇ બોલે તે પહેલાં એક નાનો  પત્થર સીધો કપાળે વાગ્યો. મારા પિતાને મેં પડતા જોયા પણ ……
           મારા સ્કુલના દિવસો મને આજે પણ યાદ આવે છે. હાઇસ્કુલના દિવસોમાં ભણવાનું થોડું અને રમવાનું વધારે હતું.  ભણવામાં ભલે હું થોડો પાછળ હતો પણ ભાઇબંધોમાં વધારે ગુંથાઇ રહેવુ, ખાવાના સમયે ના ખાવું અને પછી મોડા આવી દાદાગીરી કરવી આ મારો રોજીંદો કાર્યક્રમ બની ગયો હતો.ઘણી વાર મારા માતા મને કહેતા બેટા રમવામાં સમય બગાડ્યા કરતાં તું કાંઇક શીખીશ તો તું આગળ આવીશ અને તારા પિતાજીને પણ આનંદ થશે કે મારો પ્રદીપ હોશિયાર થાય છે અને ડાહ્યો પણ.  સ્કુલમાં હું લેશન ના લઇ ગયો  હોઉ ત્યારે સાહેબ મને સહીં કરાવા કાગળ આપે તે હું તેમને ના બતાવું અને મારી  મમ્મીને સહી કરવા કહું અને તે મારા પિતાજી વતી સહી કરી અને લખે પ્રદીપના પિતાજી બહાર ગામ ગયા છે તેથી હુ સહી કરું છું.થોડા ઘરના કામને કારણે તે લેશન કરી શક્યો નથી તો તેને માફ કરશોજી.
              મારા પિતાજી અમદાવાદમાં જ્યારે ભણતા હતા ત્યારે ગુજરાત કૉલેજમાં હૉકી ટીમના કેપ્ટન હતા.તેઓ જ્યારે મહારાષ્ટમાં રમવાગયેલા ત્યારે ગુજરાતની ટીમ તે મેંચ જીતીને આવી હતી. એટલે મારા પિતાજી શરીરે ખડતલ હતા.  રમતગમતમાં અને ભણવામાં આગળ હતા.આને કારણે અમે બધા જ ભાઇઓ શરીરે ખડતલ. હું પણ ગુજરાત રાજ્યમાં દોડ, ઉંચો કુદકો અને ક્રીકેટમાં ઓલ રાઉન્ડર હતો. આમ મારા પિતાજી એ અમારા જીવનમાં સર્વસ્વ છે. મારા શોખને કારાણે હું કૉલેજમાં કે જાહેરમાં કાર્યક્રમ કરુ તે તેમને ગમતુ નહીં.કારણ ભણવામાં ઓછુ ધ્યાન અપાય તેથી તે ધણી વખત પ્રેક્ટીસમાંથી મોડો ઘેર આવું તો મને વઢે.  મારી બા ત્યારે ઉપરાણું પણ લે. એક  વખત ટાઉનહોલ માં  જાહેર કાર્યક્રમ હતો તેમાં આખા ભરાયેલ હૉલમાં ફીલ્મી કલાકારોને લઇને કાર્યક્રમ નિયામક તરીકે બધાની ઓળખાણ આપી અને બધાની સાથે મારું પણ સન્માન થયું જે વખતે મારા માતાપિતા અને ભાઇ પ્રેક્ષક તરીકે મે વિનંતી કરી હતી તેથી હોલમાં બેઠા હતા. આ પ્રસંગ પછી મારા પિતાએ મને જાહેર પ્રોગ્રામો માટે કદી રોક્યો નથી કારણ તેમણે જોયુ કે હું મારામાં રહેલી કલાનો વિકાસ કરુ છું.
                 મારા પિતા એ મારે માટે સર્વસ્વ છે કારણ તેમણે મને સંસ્કાર, સ્નેહ, ભક્તિ અને પ્રેમ આપ્યા છે જે મારા જીવનના પાયામાં છે. જે મારા ઉન્નતજીવનની છત્રછાયા છે. હું મારા પિતાને હંમેશા વંદન કર છુ અને આજે પણ જ્યારે ફોન કરુ ત્યારે સૌથી પ્રથમ જય જલારામ કહુ છું.કારણ મારા માતાપિતાના સંસ્કારથી મને ભક્તિ મળી અને પું જલારામ બાપા જેવા સંસારી સંતની કૃપા અને સહવાસથી મારું જીવન ભક્તિ અને માનવતાથી મહેંકી રહ્યુ છે તેમ લાગે છે.

January 18th 2008

બા,બાપુજી કે બાપા

…………………બા,બાપુજી કે બાપા
૧૫/૧/૦૮………………………………પ્રદીપ બ્રહ્મભટ્ટ

બા એટલે બાળકના જન્મદાતા,પોષક અને રક્ષક.
બા એટલે મનુષ્ય શરીરના દાતા અને પ્રણેતા.
બા એટલે સંતાનના જીવનનો પાયો.
બા વગર સંસાર,જીવન કે અસ્તિત્વ શક્ય નથી.

બાપુજી એટલે બાની પુંજી.
બાપુજી શબ્દનુ સન્માન બાના અસ્તિત્વથી જ મળે છે.
બાપુજી જીવના અવતરણનું માધ્યમ છે.
બાપુજી જ્યાં સુધી બાની પુંજી તરીકે અસ્તિત્વ ધરાવે છે ત્યાં સુધી એ માનને પાત્ર છે.

બાપા એટલે બા નો ચોથો ભાગ (પા ભાગ)
બાપા એ જ્યાં સુધી બાનું અસ્તિત્વ છે ત્યાં સુધી પચીસ ટકા જેટલો જ હક્ક ધરાવે છે.
બાપાનું જ્યાં સુધી બા છે ત્યાં સુધી માન છે.

અને અંતે
બા વગર બાપાની કોઇ કિંમત નથી કે કોઇ માન નથી.
…..(દા.ત. તારા બાપાને કહેજે કે ઘરનું ભાડુ ઓફીસે મોકલી આપે)
જગતના પ્રાણી માત્રમાં બા એ ત્રણ ભાગ છે જ્યારે બાપા એ ચોથો ભાગ છે.

—————————————–

July 1st 2007

Grand Ma

   grand.jpg ba-bapuji.jpg 

                 Late Shri Maniben Manibhai Patel

                              Palaj, Gujarat. India

Dear Grandmother, It’s hard to accept that you’re gone
But I’m sure you are in a better place,
Reuniting with dear Grandfather in the Heavens.
I had lot to share and many things to say,
I wanted to let you know, I thank you for the gift of Love,
That you shared with me, you always cared and loved me.
You always saw well in me, No matter what I’ve done,
You were always the one I could lean on.
After Grandfather left us, you were the strength of the Family,
It’s time now for you to rest calmly.
As your family & friends say Goodbye,
Sorrow tears roll down their eyes.
But I know you will watch the ones you love from above,
You will always be in our hearts and minds.

With Love,
Dipal

Pradip’s Note: My Mother-in-Law passed away on 14th June

2007 (Thursday) for her above is the feeling of my daughter.