January 25th 2016

જીવનની જીવંત વાત

.                         જીવનની જીવંત વાત   

તાઃ૨૫/૧/૨૦૧૬                                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

.          સવિતાબા તમારી તબીયત કેવી છે? બધુ બરાબર છે ને.આજે દસ વષે મારી દીકરીને ત્યાં મહિનો રહેવા આવી છુ.તો તમારી સાથે વાત કરીને થોડો સમય પસાર કરુ.મારા જમાઈ ઓફીસે ગયા છે.ને મારી દીકરી તેની બે વર્ષની દીકરીને સાચવે છે. તમારે બધુ કે મનુ  છે,બધુ બરાબર છે ને?  સવિતાબા આવેલ બેનની સામે જોઇ વિચારવા લાગ્યા ત્યાં કંઈ બોલે તે પહેલા જ આવેલ કુંતાબેન કહે કેમ મને ના ઓળખી હુ મારી દીકરીના લગ્ન પછી જમાઇને એક વર્ષ બાદ સારી નોકરી મળતા અહીં રહેવા આવ્યા હતા ત્યારે હુ અહીં થોડુ રહી ગઈ હતી ત્યારે તમારા દીકરાએ મદદ કરી હતી એ મને  યાદ છે.
.         સવિતાબા સામે થોડુ જોઇ પછી બોલ્યા તમારો અવાજ પહેલા સાંભળેલ છે એટલે થોડુ યાદ આવે છે અહીં ત્રીજા ધરમાં રહે છે એ જાગૃતીના તમે મમ્મી છો ને. હવે થોડુ યાદ આવે છે કારણ જીવનને કોઇ આંબી શક્તુ નથી.આજે મારી ઉંમર સીત્તેર વર્ષની થઈ એટલે યાદ શક્તિ થોડી ઓછી થઈ ગઈ છે.અને મારા વરને હજુ દુકાનમાં નોકરી કરવી પડે છે.
.          એટલામાં એક નાનો છોકરો ઘરમાંથી દોડીને આવ્યો અને બાને કહે બા હુ નિશાળ જઉ છુ.સારુ બેટા તુ ભણવા જા.અને રસોડામાં તારુ ખાવાનુ થેલીમાં મુક્યુ છે તે લઈ જ જે.હા બા હું લઈ જઈશ.એમ કહી રસોડામાં જઈ બેગ લઈ અને દફ્તર લઈ નિશાળ જવા નીકળી ગયો. કુંતાબેન એ બાળક સામે જોઇ વિચારતા હોય તેમ દેખાવા લાગ્યા. તેઓ બેઠેલ ખુરશી સવિતાબાની નજીક લાવી અને તેમને પુછવા લાગ્યા.સવિતાબા આ નાનો છોકરો કોણ છે?   આંગળી ચીંધી સવિતાબા બોલ્યા આ મારા દીકરા યોગેશનો છોકરો જય છે. તે અહીં મારી સાથે જ રહી મોટો થઈ રહ્યો છે.કુંતાબેન વિચારતા હોય તેમ થોડુ અટકી ને પછી બોલ્યા તમારો એક જ દીકરો હતો અને એજ યોગેશ હતો ને. સવિતાબા કહે હા એ મારો એક જ દીકરો હતો અને દીકરી મીના પરણ્યા પછી એના સાસરે રાજકોટમાં રહે છે.તો યોગેશ ક્યાં ગયો? અને તેની વહુ ક્યાં ગઈ. માથે હાથ મુકી સવિતા બાચુપ થઈ ગયા એટલે કુંતાબેન ચમકી ગયા. કહે બા આવુ કેમ થયું મને કાંઇ સમજાતુ નથી. કેમ કંઇ ખોટુ થયુ છે કે શું? થોડીવાર સવિતાબા મૌન રહ્યા કંઈ બોલ્યા નહીં એટલે કુંતાબેન કહે બા કંઇ ખરાબ  થયુ છે કે  શુ?  કે પછી યોગેશ તમારી સાથે નથી રહેતો કે પછી તેને અને તેની વહુ નીતાને બહાર નોકરી મળી છે કે જેથી તમારે માથે આ જવાબદારી આવી ગઈ છે. સવિતાબા કંઇ જ બોલ્યા નહીં અને ખુરશી માંથી ઉઠ્યા અને બોલ્યા કુંતાબેન  અત્યારે મારે હજુ ભગવાનની સેવા કરવાની છે એટલે ફરી આપણે વાત કરીશુ અત્યારે તમે જાવ એમ કહી ઘરમાં જવા ગયા એટલે કુંતાબેન કહે હું ફરી તમારા સમયે આવીશ. અત્યારે જાઉ છુ.
.     બીજા દીવસે સવારમાં તેમની દીકરી જાગૃતી ચા બનાવી મમ્મી સેવા કરી રસોડામાં આવી  એટલે તેમને ચા આપી કહે મમ્મી શુ ખાવુ છે? ભજીયા કે રોટલી. અને પપ્પા ઉઠી ગયા છે કે હજુ  ઉપર સેવા કરે છે. કુંતાબેન કહે ના બેટા એ તો ક્યારના ઉઠી ગયા છે અને મંદીરે જઈને પાછા આવી થોડુ એમનુ કામ કરે છે હમણાં થોડીવારમાં નીચે આવી જશે એટલે હું તેમને ચા નાસ્તો આપી દઈશ  તુ તારૂ કામ પતાવીને જમાઈને મદદ કરવા ઓફીસે જા.ચીંતા ના કરતી.ને હમણાં અમે અહીંયા છીએ તો તુ તારા પતિની ઓફીસે જઈ મદદ કર તો તેને પણ કામમાં શાંન્તિ મળે. અમારી ચિંતા ના કરતી અને કિશનને પણ અમે સાચવીશુ એને સ્કુલમાં મુકી આવીશ અને તેને લઈ પણ આવીશ.આમ દીકરીને મદદ થાય અને સમય પણ પસાર થાય.
. બેત્રણ દીવસ થયા પણ સવિતાબાએ કુંતાબેનને જોયા નહીં એટલે તેમને મનમાં જુદા જુદા વિચારો આવવા લાગ્યા એટલે રવિવારે તે તેમને મળવા સામે ચાલીને ઘેર આવ્યા.બારણુ ખખડાવ્યુ અને કુતાબેનની દીકરીએ બારણુ ખોલ્યુ સવિતાબાને જોયા એટલે તરત કહે બા આવો મમ્મી ઘરમાં જ છે.એટલે સવિતાબા કહે આ તો ત્રણચાર દીવસ થયા અને મને મળવા ના આવ્યા એટલે મને એમ થયુ કે જતા રહ્યા કે તબીયતનો કોઇ પ્રશ્ન થયો એટલે આવ્યા નહી.જાગૃતી કહે મમ્મી બાજુવાળા સવિતાબા તમને મળવા આવ્યા છે. કુંતાબેન કહે બેટા હું નાસ્તો કરુ છુ તો તેમને કહે હું થોડીવારમાં તેમને મળવા જઊ છુ.સવિતા બા કહે સારુ બેટા હું જાઊ છુ.અને પછી પાછા ઘેર ગયા.
. કુંતાબેન સવિતાબાને ઘેર આવ્યા એટલે સવિતા બા તરત બોલ્યા મારી માનસિક તકલીફને કારણે તમને કંઇ કહી શકી નહીં તો મને માફ કરશો. શાંન્તીથી અહીં બેસો અને જે માનસિક તકલીફ મને મળી છે તે વાત હવે દુઃખી દીલે કહુ છુ તે સાંભળજો અને પરમાત્માને પ્રાર્થના કરજો કે મને મનની શાંન્તિ મળે તેવુ કરે. કુંતાબેન કહે સવિતાબા આપણે તો નિમિત બનીએ છીએ બાકી જીવને કર્મનુ બંધન જ  ખેંચી રાખે છે. જુઓ તમે કે આજે આપણે અહીં ભેગા થયા છીએ ગયા જન્મની કે આવતા જન્મની આપણને કોઇ જ ખબર નથી પણ પરમાત્માને બધો જ ખ્યાલ છે.આપણે અંતરથી પ્રાર્થના કરીએ તો એ બધુ જ સંભાળી લે છે.
.      કુંતાબેન આજે માથે પથરો મુકીને સાચી વાત કહુ છુ જે મારા જીવનમાં થયુ છે.મારા જીવનમાં મારા લગ્ન પતિ રઘુ સાથે થયા.જીવનમાં પરમાત્માએ બે સંતાન આપ્યા મારો મોટો દીકરો યોગેશ અને દીકરી મીના.મારા છોકરાના લગ્ન નીતા સાથે થયા.એ જ્યાં ભણતો હતો ત્યાં જ મીના ભણતી હતી અને તેના પિતા સાહેબ હતા અને નસીબમાં બંધન હતા તો અમારે તેને વહુ તરીકે સ્વીકારવી પડી.બંન્ને શાંન્તિથી જીવન જીવતા હતા.મારો દીકરો એક વકીલની ઓફીસમાં કામ કરતો હતો.અને મીનાને પણ સરકારી કચેરીમાં નોકરી મળી ગઈ.એટલે બંન્ને કમાતા હતા અને અમને પણ રાહત થઈ.લગ્ન પછી ત્રીજા વર્ષે જય નો જન્મ થયો.છોકરો સંસ્કારી જીવ હતો તે તેના વર્તનથી દેખાયુ.જ્યારે એ ચાર વર્ષનો થયો એ સમયે તેના પપ્પા નોકરીથી મોડા આવવાનુ શરૂ થયુ.એટલે એક વખત તેના પપ્પાએ તેને પુછ્યુ યોગેશ હવે તું મોડો કેમ ઘેર આવે છે? ઓફીસમાં હવે કામ વધી ગયુ કે શુ? યોગેશ કંઇજ બોલ્યો નહીં તેની પાસે કોઇ જવાબ ન હતો.તેની રૂમમાં જતો રહ્યો. મીના થોડી વહેલી સુઈ જતી હતી કારણ હમણાં તેને સવારે વહેલુ નોકરી પર જવાનું થયુ એટલે સવારે તે તેના સમયે નોકરી પર પહોંચી જતી કારણ સરકારી નોકરી હતી એટલે સમયે પહોંચવુ પડે.
. જીવનની જ્યોત ક્યારે પ્રગટે અને ક્યારે હોલવાય તે કોઇ જ સમજી શકતુ નથી.યોગેશના જીવનમાં બન્યુ એવુ કે જેનાથી તેને પરદેશનો મોહ લાગ્યો અહારથી આવેલ એક છોકરીનો સમ્બંધ થતા તેને મોહ લાગ્યો.તે જે વકીલની ઓફીસમાં કામ કરતો હતો તેના સાળાની છોકરી પ્રેમલગ્ન કરી લંડન ગઈ હતી.ત્યાં ગયા પછી થોડા સમય પછી તેને ખબર પડી કે તે જેને પરણી છે તેણે તો પહેલા બે લગ્ન કરી છુટાછેડા લીધેલ છે અને આ તેના ત્રીજા લગ્ન થયા.હવે કોઇ રસ્તો નહીં.શું કરવુ તેનો ખ્યાલ પણ ના આવે.એટલે આ વકીલે તેને કહ્યુ કે આ છોકરો પરણેલો છે પણ મહેનતુ છે અને તને લંડનમાં વાંધો નહીં આવે.એમ કરી તેની સોડમાં દાખલ કરી ગેર કાયદેસર કાગળો કરી લંડનનો મોહ લગાડ્યો એટલે યોગેશ તેની પાછળ ફરવા લાગ્યો.અને તેથી ઘેર મોડો આવવા લાગ્યો.અને ઘેર કહે મારા કામથી હુ મોડો આવુ છુ.અને બરાબર ત્રીજા મહીને નીતા જોડે ઝગડો કરી જતો રહ્યો.વકીલને ત્યાં તપાસ કરી તો ખબર પડી કે તે કોઇ લંડનથી આવેલી છોકરીને પરણી જતો રહ્યો.થોડા સમય પછી નીતા એ જાણ્યુ એટલે તે મને કહે કે મારો પતિ મારો ના રહ્યો તો હવે મારે અહીં રહેવાની ક્યાં જરૂર છે એમ કહીને જયને અહી મુકીને ત્રણ વર્ષથી જતી રહી છે હવે મારો છોકરો મારો નથી તો તેની વહુ પણ મારી ના રહીં અત્યારે અમારૂ કુળ અમારી પાસે છે એટલે અમારી જવાબદારી કે તેને મોટો થવામાં મદદ કરવી.
. આટલુ બોલી સવિતાબા ધ્રૂશ કે ધ્રુશકે રડી પડ્યા ત્યાં કુંતાબેને તેમને બાથમાં દબાવી લીધા. આ જીવનની જીવંત વાત.
. અને બરાબર પાંચ વર્ષ પછી એક રાતે યોગેશે આવી બારણુ ખખડાવ્યુ અને ઘરડા સવિતાબા પરાણે ઉઠીને આવી બારણુ ખોલ્યુ ત્યાં તેમનો ખોવાયેલ યોગેશ દેખાયો તે જ સમયે તે માના પગમાં પડી રડીને કહે છે કે મા મારૂ જીવન બગડી રહ્યુ છે મને કૃપા કરી બચાવો.મારી કુબુધ્ધીથી હુ બહાર ભાગી ગયો હવે પસ્તાયો છુ એટલે મા મને માફ કર .
==================================================================================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment