January 20th 2016

જાગતોરહેજે

.                     . જાગતો રહેજે

તાઃ૨૦/૧/૨૦૧૬                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

જાગતો રહેજે ભઈ નહીં તો,તને જીવનમાં શાંન્તિ મળશે નહીં
ના આગળ ના પાછળ જોતાજ,નિર્મળતાનો સંગ મળશે અહીં
………….એ જ  છે તારી જીંદગી ભઈ,જગતમાં પ્રેમ પ્રગટાવશે જઈ.
મળશે જીવનમાં ઉજ્વળકેડી,નહીં મળે તને જગે વ્યાધી કોઇ
સુખના વાદળ સંગે રહેતા,પામર રાહને પામી લઈશ તુ અહીં
પળે  પળની પવિત્ર  રાહે જીવતા,જીવને અનંત શાંન્તિ  થઈ
પામી પ્રેમ જીવનમાં સૌનો,કર્મનાબંધન તારા છુટીજશે ભઈ
………….એ જ  છે તારી જીંદગી ભઈ,જગતમાં પ્રેમ પ્રગટાવશે જઈ.
મેં કર્યુ છેકે મારાથી થયુ છે,ના કોઇ મોહ તેમાં તુ રાખતો ભઈ
પવિત્ર કર્મ થશે જીવનમાં,એજ  કૃપા સંત જલાસાંઇની થઈ
દેહને બંધન ઉંમરના  સ્પર્શે,જે સમય સમયે સમજાય અહીં
અવનીના આગમનને છોડવા,ભક્તિભાવથી પુંજા કરજે ભઈ
………….એ જ  છે તારી જીંદગી ભઈ,જગતમાં પ્રેમ પ્રગટાવશે જઈ.

==========================================

January 20th 2016

કર્મનાબંધન

.                .કર્મનાબંધન

તાઃ૨૦/૧/૨૦૧૬                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

સરળતાનો સહવાસ મળે જીવને,જ્યાં નિર્મળ જીવન જીવાય
અપેક્ષાને આંબીલે જીવનમાં,જ્યાંપ્રેમની જ્યોત પ્રગટી જાય
……….એ અજબકૃપા સુર્યદેવની જગે,તેમના ઉદયઅસ્તથી અનુભવાય.
અનેક દેહ મળે જીવને અવનીએ,જે  જન્મ મળતા જ દેખાય
કર્મના બંધન એ પગથી  છે જીવની,જીવને સમયે સમજાય
નિરાધારની કેડી  છે અવનીપર,જે પશુપક્ષીથી જગે દેખાય
માનવદેહની પ્રગટે જ્યોત,ત્યાં જીવ અવનીપર આવી જાય
……….એ અજબકૃપા સુર્યદેવની જગે,તેમના ઉદયઅસ્તથી અનુભવાય.
અભિમાનની રાહ મળે માનવીને,ત્યાં કર્મ બંધનથી જકડાય
મારૂતારૂની એકજ ઝલકમળે,જીવ આવન જાવનથી બંધાય
ભક્તિભાવ મનથી રાખતાં,જીવપર જલાસાંઈની કૃપા થાય
વિદાય વેળાએ દેહને  છોડતા,પરમાત્મા  જીવને દોરી જાય
……….એ અજબકૃપા સુર્યદેવની જગે,તેમના ઉદયઅસ્તથી અનુભવાય.

+++++++++++++++++++++++++++++++++++++++++

January 20th 2016

લગ્નજીવન

.                       .લગ્નજીવન

Jay Jala Bapa

.             Happy Marriage Anniversary

તાઃ૨૦/૧/૨૦૧૬                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમાત્માની અસીમ કૃપાએ,રાહુલને સાચો સંગાથ મળી જાય
કર્મની પવિત્રકેડી લઇ જીવતા,પત્ની મીતાનો સાથ મળી જાય
………..પાવનરાહને પારખી જીવતા,શ્રી સ્વામીનારાયણની કૃપા થાય.
મળ્યો જ્યાં પ્રેમ માબાપનો,ત્યાં રાહુલને નિર્મળ રાહ મળી જાય
ભણતર એ જીવનની કેડી,જે મેળવતા સાચીસમજણ મળી જાય
મળી ગયો માબાપનો  પ્રેમ,સંગે ભાઈ બહેનની પ્રીત મળી જાય
કૃપા મળી ભગવાનની તેને,જે મીતાના લગ્ન બંધનથી દેખાય
………..પાવનરાહને પારખી જીવતા,શ્રી સ્વામીનારાયણની કૃપા થાય.
પવિત્રજીવનની રાહે જીવતા,માતાપિતાનોપ્રેમ પણ મળી જાય
ઉજ્વળ જીવનની કેડી પકડતા, પુત્ર યુગ સાચી રાહ ચાલી જાય
એજ રાહે જીવન જીવતી દીકરી ક્રિશ્ના,માબાપને વંદન કરી જાય
સફળતાનો સંગાથ મળે જીવનમાં,જ્યાં સાચી નિર્મળભક્તિ થાય
………..પાવનરાહને પારખી જીવતા,શ્રી સ્વામીનારાયણની કૃપા થાય.
મળે પ્રેમ માબાપનો રાહુલને,જ્યાં નિખાલસ સેવા એ કરી જાય
અ.સૌ.મીતાને પણ મળે પ્રેમ તેમનો,જ્યાં સંસ્કાર સાચવી જાય
સુખ શાંન્તીની રાહે જીવન જીવતા,પરમાત્માની કૃપા થઈ જાય
ભાઈ પ્રદીપને આનંદઅનેરો,સંગે રમા,રવિ,દીપલ પણ હરખાય
………..પાવનરાહને પારખી જીવતા,શ્રી સ્વામીનારાયણની કૃપા થાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++
.        .મારા નાનાભાઈ રાહુલના ૨૦મી જાન્યુઆરીના રોજ જીવનસંગીની
અ.સૌ.મીતાની સાથે લગ્ન થયા.તે દીવસની યાદ રૂપે આ કાવ્ય સપ્રેમ
જય શ્રી સ્વામીનારાયણ સહિત ભેંટ.                        જાન્યુઆરી ૨૦,૨૦૧૬

લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા પરિવારના જય જલારામ.