January 4th 2016

સન્માનકેડી

.               .સન્માનકેડી

તાઃ૪/૧/૨૦૧૬                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

કરેલ કર્મ એ દેહને સ્પર્શે,જે જીવને અનુભવથી સમજાય
માનવદેહ મળતા જીવને,કર્મની કેડી સમયથી મેળવાય
…………એ અદભુતલીલા પ્રભુની,જગતમાં કોઇથીય ના છોડાય.
શીતળ કર્મ જીવને સ્પર્શે,જે જીવનમાં શાંન્તિ આપી જાય
ના કળીયુગની કાતરઅડે,કે નામાનવદેહ વ્યર્થ થઈજાય
સરળ જીવન જગે જીવતા,ના દેહને જન્મોજન્મ સહેવાય
ભક્તિપ્રેમને સમજીને ચાલતા,જીવથી સાચી ભક્તિ થાય
…………એ અદભુતલીલા પ્રભુની,જગતમાં કોઇથીય ના છોડાય.
જ્યોત પ્રેમની પ્રગટે જીવનમાં,જ્યાં સત્કર્મ સંગે  જીવાય
અવનીપરનુ આગમન એ દેહ છે,જે મળે જીવને સમજાય
માનવદેહ એ કૃપા પ્રભુની,જે થકી જીવને મુક્તિ મેળવાય
જલાસાંઇની જ્યોત ભક્તિની,જીવને રાહ સાચી દઈ જાય
…………એ અદભુતલીલા પ્રભુની,જગતમાં કોઇથીય ના છોડાય.

+++++++++++++++++++++++++++++++++++++