January 12th 2016

જ્યોત પ્રગટે

.               .જ્યોત પ્રગટે

તાઃ૧૨/૧/૨૦૧૬                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવ જીવનની મહેંક પ્રસરે,જ્યાં નિર્મળ ભક્તિ કરાય
મળે જીવનમાં પ્રેમસાચો,જ્યાં જીવન નિખાલસ જીવાય
……….જલાસાંઇની જ્યાં કૃપા મળે,ત્યાં જીવની જ્યોત પ્રગટી જાય.
અંતરમાં આનંદ પ્રસરે જીવનમાં,ના કોઇજ અપેક્ષા રખાય
કરેલકર્મની ઉજ્વળ રાહે,મળેલ દેહ જીવને રાહ મળી જાય
ભક્તિની નિર્મળરાહ પામવા,સંત જલાસાંઇને વંદન થાય
માનવદેહ સાર્થક કરવા કાજે,ઘરમાં નિર્મળ ભક્તિ જ થાય
……….જલાસાંઇની જ્યાં કૃપા મળે,ત્યાં જીવની જ્યોત પ્રગટી જાય.
કર્મના બંધન એ જીવની કેડી,જે આવન જાવનથી સમજાય
મૃત્યુમાર્ગએ અવનીએ દેહને સ્પર્શે,જે જન્મ મળે સ્પર્શી જાય
નિર્મળભક્તિ એ અજબશક્તિ છે,જે અખંડશાંન્તિ આપી જાય
મોહમાયા નાકદી સ્પર્શે જીવને,ત્યાંજ જીવને મુક્તિ મળીજાય
……….જલાસાંઇની જ્યાં કૃપા મળે,ત્યાં જીવની જ્યોત પ્રગટી જાય.

=========================================