January 31st 2016

મા મેલડીની કૃપા

                                  મા મેલડીની કૃપા

3૧/૧/૨૦૧૬                                                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

વલાસણથી કપિલાબેનનો ફોન આવ્યો મેં ફોન લીધો તો કહે મને મધુબેને કહ્યુ કે તુ અમેરીકાથી આવ્યો છે એટલે મને તો બહુ જ આનંદ થયો કે પાંચ વર્ષ પછી મારા મામાના છોકરા સાથે મેં વાત કરી. તારી તબિયત સારી છે ને? તારી પત્ની તારી સાથે આવી છે? તેની તબીયત કેવી છે? બધુ બરાબર છે ને? હવે સાંભળ તને સમય હોય તો તુ મને મળવા વલાસણ આવજે કારણ મારે તો ઉંમરના કારણે અવાય નહીં. આપણે મળીયે તો આનંદ થાય  અને સાંભળ તુ આવીશ ત્યારે હું તને ભાવતા રોટલા બનાવીશ. અને બીજુ એ કે આ શુક્રવારે અમારા કુળદેવી માતા મેલડીના પ્રાગટ્યનો ઉત્સવ છે એટલે તને માતાજીના દર્શનનો લાભ મળશે તો તમે બંન્ને ચોક્કસ આ શુક્રવારે માતાજીના દર્શન કરી માતાજીના પ્રસાદનો લાભ મેળવશો. આતો સમયની વાત થઈ તને મેલડી માતામાં શ્રધ્ધા અને વિશ્વાસ છે એટલે તને માતાજીએ બોલાવ્યો તો આ પ્રસંગમાં તુ અને ભાભી બંન્ને સાથે દસ વાગ્યા પહેલા આવી જ જો  એટલે તમને પ્રસંગનો લાભ મળે.

આજે બુધવાર હતો એટલે મારે મારા જુના મિત્રને ત્યાં જવાનુ હતુ.મારે તેને સરપ્રાઇઝ આપવી હતી તેના દીકરાના લગ્ન બે વર્ષ પહેલા થયા હતા તેની કંકોત્રી આવી હતી પણ મારી નોકરીને કારણે અવાયુ નહતુ એટલે મારે તેને લગ્નની ભેંટ આપવી હતી અને ભુતકાળને યાદ કરી આનંદ કરવો હતો. તેથી ચાર વાગે મારા મિત્ર રમેશભાઈને ત્યાં મારો પડોશી તેની ગાડીમાં અમને તેને ઘેર મુકી આવ્યો. તેમના ઘરનુ બારણુ ખખડાવ્યુ તો ભાભીએ બારણુ ખોલ્યુ. મે પુછ્યુ મારા મિત્ર ક્યાં ગયા? તો ભાભી કહે તેમનાથી ઉભા થઈને ચલાતુ નથી એટલે ખુરશીમાં જ આખો દીવસ બેસી  ભગવાનનુ નામ લેછે અને ઉભા થવુ હોય તો તેમણે લાકડી પકડી આપણે તેમને ઉભા કરી ચાલવામાં મદદ કરવી પડે. મને આ સાંભળી ઘણુ દુખ થયુ કારણ અમે બંન્ને શિયાળામાં સવારમાં એકથી બે માઈલ કસરત કરી દોડતા હતા. આજે રમેશભાઈને ઉંમર અડી હોય તેમ લાગ્યુ. હું તેમને જોઈ દોડી બાથમાં લઈ ઉભા કર્યા મારી ભીની થઈ ગઈ કારણ ભુતકાળ યાદ આવ્યો. તેમની સાથે બેસી જુની યાદ તાજી કરી.સમય પસાર થયો.

દુનીયામાં જીવથી ભુતકાળના ભ્રમણમાંથી ત્યારે બહાર નીકળાય જ્યારે તે સાચી શ્રધ્ધાથી ભગવાનની ભક્તિ કરે અને કળીયુગની મોહમાયાને દુર રાખી જીવે. મારા જીવનમાં પણ જુઓ કે મારી ભક્તિ સાચી છે તો મને મેલડી માતાએ પ્રાગટ્યના પવિત્ર દીવસે કપિલાબેનને નિમિત બનાવી બોલાવ્યો. શુક્રવારે અમે બંન્ને રીક્ષા કરી વલાસણ ગયા તો ગામની ભાગોળમાં માતાજીનુ મંદીર હજારો માતાના ભક્તોથી ભરાયેલ હતુ. કેટલી બધી શ્રધ્ધા અને ભાવનાથી આવી માતાજીની કૃપા મેળવવા સેવા કરતા હતા ઉપરના ફોટામાં તમે જુઓ કે માતાજીના દર્શન કર્યા પછી જે ભક્તો આવ્યા છે તેમને ચા નાસ્તો આપી પોતાની ફરજ બજાવતા ભક્તો એ સાચી સેવા જ્યાં માતાની અસીમકૃપા મળી જાય. માતાજીના દર્શન કરવા લાઈનમાં ઉભા રહી સતત માતાજીનુ સ્મરણ કરતા ભક્તો મે જોયા એટલે અમે પણ લાઈનમાં ઉભા રહ્યા. બહારથી આવેલાને અત્યારના મંદીરના નિયમોનો ખ્યાલ ના હોય એટલે સમજીને સાચવીને ચાલવુ પડે. જોકે અમારી પર માતાની કૃપા થઈ તે અનુભવાયુ કારણ અમે તો બહારથી આવેલા છીએ તેવો ખ્યાલ આવતા બે ચાર ઉંમરવાળા  ભક્તો આવી કહે તમે અમારી સાથે ચાલો માતાના દર્શન કરાવીએ. અમે તેમની સાથે ચાલ્યા કોઇપણ અડચણ વગર માતાના દર્શનનો લાભ મળ્યો. એ જ માતાની અસીમકૃપા થઈ જે જીવનની યાદગીરી પણ બની ગઈ.

++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++