January 30th 2016

આનંદની વર્ષા

હ્યુસ્ટનની સાહિત્ય સરીતાનુ ગુજરાતમાં સન્માન

GG

.                     .આનંદની વર્ષા

તાઃ૩૦/૧/૨૦૧૬                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

કલમની શીતળકેડી પકડી ચાલતા,સૌને ખુબ આનંદ મળી જાય
હ્યુસ્ટનમાં  સાહિત્ય સરીતા વહેવડાવી,નિર્મળપ્રેમને આપી જાય
……….એ છે કલમપ્રેમીઓની કેડી,જેનુ  ગુજરાતમાં સન્માન પણ થઈ જાય.
ઉજ્વળ રાહે કલમને પકડતા,માતા સરસ્વતીની કૃપા થઇ જાય
ઉજ્વળ નામ છે તેમના કલમથી,જેમને પ્રેમથી જ વંદન કરાય
કલમની પવિત્રકેડીએ ચાલતા જ,સરિતા જગતમાં પ્રસરી જાય
શાંન્તિનો સહવાસ મળતા,કલમપ્રેમી પર આનંદની વર્ષા થાય
……….એ છે કલમપ્રેમીઓની કેડી,જેનુ  ગુજરાતમાં સન્માન પણ થઈ જાય.
અભિમાનના વાદળ દુરજ રહે,જ્યાં નિર્મળતાએ કલમ પકડાય
અનંત કૃપા માતાની થતા,કલમની રાહ જગતમાં પ્રસરી જાય
ગુજરાતીઓનુ એ ગૌરવ છે  કલમથી,જે સાચી રાહ આપી જાય
નિર્મળ ભાવનાએ કલમ ચાલતા,ગુજરાતમાં સન્માન મળીજાય
……….એ છે કલમપ્રેમીઓની કેડી,જેનુ  ગુજરાતમાં સન્માન પણ થઈ જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++

.      .સરસ્વતી માતાની અસીમકૃપાએ હ્યુસ્ટનમાં સાહિત્ય સરીતાથી કલમની કેડી
વહી જાય. કલમપ્રેમીઓની નિખાલસ ભાવનાએ જગતમાં સન્માન થઈ જાય.જે
હ્યુસ્ટનના કલમપ્રેમીઓનુ ગૌરવ છે જે સન્માન કહેવાય તે યાદ રૂપે આ લખાણ ભેંટ.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ.