January 2nd 2016

આજ કાલ

.                 .આજ કાલ

તાઃ૨/૧/૨૦૧૬                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

આજકાલ એ સમયની સીડી,જગતમાં ના કોઇથી છટકાય
જન્મમરણ એ દેહના બંધન,કર્મના બંધનથી જ મેળવાય
……….આ અદભુતલીલા જગતપિતાની,જીવને સમયે સમજાય.
માગણી જીવની ના અટકે અવનીએ,જ્યાં દેહ  મળી જાય
આગમન વિદાય એ જીવના બંધન,કર્મથીએ સ્પર્શી જાય
કરેલ કર્મો  છે જીવનની જાત્રા,જે આજકાલને જકડી જાય
પશુપક્ષીએ છે સતત આગમન,જે માનવદેહથી સમજાય
……….આ અદભુતલીલા જગતપિતાની,જીવને સમયે સમજાય.
મળે જ્યાં માનવદેહ જીવને,જ્યાં સમજણ સીડીએ ચઢાય
યુગની કેડીએ જીવને જકડે,જે નિર્મળભક્તિએ જ સમજાય
મળેલમાનવદેહ જીવને,જે જલાસાંઈની ભક્તિએછુટીજાય
સાચી પ્રભુની ભક્તિ કરતા,કૃપાએ જીવને મુક્તિ મળી જાય
……….આ અદભુતલીલા જગતપિતાની,જીવને સમયે સમજાય.

++++++++++++++++++++++++++++++++++++++