June 16th 2015

પિતાની રાહ ફાધર ડૅ

 .                          પિતાની રાહ         ફાધર ડૅ                           

તાઃ૧૬/૬/૨૦૧૫                                                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

.           .ચંદુભાઈ આજે મંદીરથી પાછા આવતા હતા.ત્યારે તેમના હાથમાં લાકડી છતાંય અપંગતા લાગતી હતી. મગજમાં વિચાર ચાલતો હતો કે હવે પત્નિ સવિતાનો સંગાથ નથી એટલે તેના અવસાન બાદ તેમને ઘણી વખત તે યાદ આવતી.આજે તેમને એવુ સંભળાયુ કે હવે તમે એકલા શા માટે જીવી રહ્યા છો. પરમાત્માને પ્રાર્થના કરો કે જીવને હવે દેહથી મુક્તિ આપે.એવુ સવિતાબેન બોલી રહ્યા છે.આ વાક્ય સાંભળ્યા બાદ મનમાં ભુતકાળ યાદ આવ્યો.

.            .આજથી ચાલીશ વર્ષ પહેલા તેમના નાના ભાઈએ તેમના માટે એપ્લાય કરેલ એટલે તે તથા તેમના પત્નિ સવિતાબેન પુત્ર કિંજલ અને દીકરી દિશા સાથે અમેરીકા આવ્યા.અમેરીકા આવ્યા બાદ તેઓ હ્યુસ્ટન આવ્યા કારણ અહીંનુ વાતાવરણ ભારતના જેવું એટલે કે બહુ ગરમી કે ઠંડી પડે નહીં. ચંદુભાઈએ નોકરી માટે ઘણા પ્રયત્ન કર્યા પણ ભારતીય હોવાથી કોઇ સફળતા ના મળી કારણ તેમને ખબર પડી કે એક ભારતીય સાચી મહેનતથી કામ કરે તેને ટાય કે કોટની જરૂર નથી તે પાંચ અમેરીકનનુ કામ એકલો શ્રધ્ધાથી કરી શકે.અંતે  એક મોટા ગ્રોસરી સ્ટોરમાં કસ્ટમરને મદદ કરવાની નોકરી મળી.સમય તો કોઇથી પકડાયતો નથી. પાંચ વર્ષ થઈ ગયા બંન્ને બાળકો ભણતરને મહત્વ આપી મહેનત કરી ભણી રહ્યા હતા.દીકરો અને દીકરી સારા માર્ક્સે આગળ વધી રહ્યા હતા.સવિતાબેનને ખાવા કરવાની નોકરી એક ભારતીય હૉટલમાં મળી હતી તેઓ પણ મહેનત કરી પતિને સાથ આપતા હતા.

.            .સમયની સીડી તો સૌએ ધીમે ધીમે જ ચડવી પડે ઉતાવળ કરીએ તો પડી જવાય અને આફતના વાદળ વરસતા જીવને ભટકાવાનુ શરૂ થાય અમેરીકામાં તો સમય પ્રમાણે પ્રસંગો આવે અને તે પ્રમાણે સૌ સાથે ચાલે.મને તો અહીંના પ્રસંગોમાં બહુ સમજ ના પડે કારણ આપણા હિંન્દુ ધર્મમાં તો તહેવાર પ્રમાણે આપણે ઉજવણી કરીયે અને તે પણ કુટુંબમાં સાથે રહીને.એક વખત એવુ થયુ કે મેં એક નવુ મકાન રાખ્યુ તો તેની જાણ એક ઘરડા અમેરીકન માજી કે જેમના પતિનુ અવસાન થયેલ એટલે ઘરડાઘરમાં ત્રીજે માળે રહેતા હતા અને તે જ્યારે સ્ટોરમાં આવે ત્યારે તેમને હું ઘણી મદદ કરુ અને કોઇક વખત તેમના રહેઠાણે મુકી આવું.તેમને મારા નવા મકાનની જાણ થઈ.તો તે તેમની ચર્ચમાંથી મારા માટે પવિત્ર ફોટો લાવ્યા હતા તો તે મારે ઘેર આવી મને ભેંટ આપવાની ઇચ્છા હતી તો એક દિવસ સ્ટોરમાં આવી તેમને મદદકરી તેમનો માલ તેમની ગાડીમાં મુકવા ગયો ત્યારે કહે.આવતી કાલે ફાધર ડે છે તો તુ મને ઘરડા ઘરથી લઈ જઈ તારુ નવું ઘર બતાવીશ. મેં કહ્યુ હું કાલે સવારે આવી તમને ઘેર લાવીશ.

.            .બીજે દીવસે સવારે સાડા આઠ વાગે તેમને લેવા ગયો.તે ત્રીજા માળેથી નીચે આવી ગયા હતા. અને સામે બોકડા પર એક ઘરડા ભારતીય પતિ પત્નિ બેઠા હતા તેઓ કોઇકની રાહ જોતા હતા. હું જેને લેવા આવ્યો હતો તેમને લઈ મારા ઘેર આવ્યો.તેઓ મારા ઘરમાં પ્રવેશતા અંગ્રેજીમાં જીસસને પ્રાર્થના કરતા ઘરમાં પ્રવેશ્યા ને ત્યારબાદ ખુરશીમાં બેસતા પહેલા મને મારી પત્નિને તેઓ લાવેલ પવિત્ર ફોટો હાથમાં ભેંટ આપ્યો.ત્યાર બાદ ચા નાસ્તો લીધા બાદ.તેઓને પાછા મુકવા માટે અગીયાર વાગે હું ઘરડાઘરે ગયો તો પેલા માબાપ હજુ તેમના દીકરાની રાહ જોતા બેઠા હતા.મે તેમને પુછ્યુ તમે તો સાડા આઠથી રાહ જુઓ છો.તો પેલા પિતા કહે મારો દીકરો ડૉકટર છે એટલે તે થોડા કામમાં હશે આજે ફાધર ડે છે એટલે તેનો ફોન આવ્યો હતો કે હું તમને લેવા આવીશ અને આપણે કૅક કાપીશુ તો તમે તૈયાર રહેજો એટલે અમે રાહ જોઇએ છીએ.

.            .ત્યારે મને મનમાં ઘણોજ ઉંડો વિચાર આવ્યો કે આ દેશમાં માબાપ ને પ્રેમ આપવાનો એએકજ દીવસ છે જે ફાધર ડે અને મધર ડે કહેવાય બાકી માબાપ કેવી રીતે જીવી રહ્યા છે તેની સંતાનને કોઇ ચિંતા નથી.આજ અમેરીકન હવા અને માબાપને સલામ.

=========================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment