June 29th 2015

ગોકુળની ગોપીઓ

Gopal Krishna

 

.                  .ગોકુળની ગોપીઓ

તાઃ૧૯/૬/૨૦૧૫                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

કૃષ્ણકૃષ્ણ ગોપાલકુષ્ણ,વૃદાવનમાં ગોપીઓને સંગેછે કૃષ્ણ
રાસની રમઝટ રમે શ્રી કૃષ્ણ,રાધાની સંગે ઘુમે છે કૃષ્ણ
…..અજબલીલા અવિનાશીની જગે,જે ભક્તિમાર્ગ ચીંધી જાય.
ગોકુળનો છે એ ગોવાળીઓ,ને દ્વારકાના એ દ્વારકાધીશ
અજબ લીલા એજગતપિતાની,અવનીએ દેહ ધરી જાય
રાધા રાધાનુ રટણ કરતા જ,વૃદાવનમાં એ ઘુમી જાય
એ જ લીલા છે જગતપિતાની,માનવદેહ એ ધરી જાય
…..અજબલીલા અવિનાશીની જગે,જે ભક્તિમાર્ગ ચીંધી જાય.
કૃષ્ણ કનૈયો વ્હાલો સૌને,રાસ રમે એ ગોપીઓની સંગે
પ્રેમ નિખાલસ પામી લેતા,ઉજ્વળરાહ જીવનમાં લેતા
વાંસળી વાગતા પ્રેમ વર્ષે,ત્યાં પ્રભુપ્રેમની જ્યોતદીપે
ભક્તિભાવથી ગરબે ધુમતા,વૃદાવનમાંએરમઝટ કરતા
…..અજબલીલા અવિનાશીની જગે,જે ભક્તિમાર્ગ ચીંધી જાય.

*************************************************

June 29th 2015

માગેલો પ્રેમ

.                  .માગેલો પ્રેમ

તાઃ૨૯/૬/૨૦૧૫              પ્રદીપ બ્રહ્મભટ્ટ

આદર પ્રેમને આંબે છે જીવ,જ્યાં નિખાલસતા સચવાય
મળે જીવનમાં સાચો પ્રેમ,જે નિર્મળ જીવનથી સમજાય
………..એ જ પરમાત્માની  દ્રષ્ટિ,જે પવિત્રરાહથી મેળવાય. શાંન્તિનો સંગાથ મેળવવા,જીવનમાં અપેક્ષાઓ રખાય
માગણીપ્રેમની અપેક્ષાએ કરતા,ના ઉજ્વળતા મેળવાય
સુર્યદેવની શીતળસવારે,દેહની પ્રભાત ઉજ્વળ થઈજાય
પ્રભાતે પ્રેમથી દર્શનકરતાં,મળેલ દેહનેપાવન કરી જાય
………..એ જ પરમાત્માની  દ્રષ્ટિ,જે પવિત્રરાહથી મેળવાય. કર્મનીકેડી શીતળબને,જ્યાં સંત જલાસાંઈની ભક્તિ થાય
અનેક જીવોને શાંન્તિઆપતા,મળેલ જન્મસફળ થઈ જાય
કૃપાની સાચીકેડી મેળવતા,નામાગણી કોઇ પ્રેમની રખાય નિર્મળપ્રેમની વર્ષાથતા,મળેલ જન્મમાંદેહને આનંદ થાય
………..એ જ પરમાત્માની  દ્રષ્ટિ,જે પવિત્રરાહથી મેળવાય. ====================================