June 1st 2015

મળી ગયો

.                   . મળી ગયો

તાઃ૧/૬/૨૦૧૫                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળી ગયો મને પ્રેમ કલમપ્રેમીઓનો,સાચી રાહે દોરી જાય
નિર્મળરાહને પકડી ચાલતા,માતાસરસ્વતી કૃપા દઈ જાય
………….એવા નિખાલસ કલમપ્રેમીઓ,કલમનાપ્રેમને આપી જાય.
ના અભિમાન અડે કે દેખાવનડે,જ્યાં સાચોપ્રેમ મળી જાય
આવી આંગણે ઉભા રહે,જે પગલાંએ ઘર પવિત્ર થઈ જાય
કલમની સાચી કેડી મેળવતા,કૃતિએ આનંદ વહેંચાઈ જાય
અસીમકૃપા માતાની મળતા,કલમની રાહે પ્રેમ મળી જાય
………….એવા નિખાલસ કલમપ્રેમીઓ,કલમનાપ્રેમને આપી જાય.
શ્રધ્ધા અને વિશ્વાસ સાચો,જે સાચી કલમકેડીએ દોરી જાય
માયા મોહ તેને અડે જીવનમાં,જે અભિમાનને પકડી જાય
ના કલમની એકય કેડી મળે,કે નાકોઇ પ્રસંગનેય સચવાય
મારુતારુની રાહ પકડીચાલતા,દેખાવની દુનીયા મળીજાય
………….એવા નિખાલસ કલમપ્રેમીઓ,કલમનાપ્રેમને આપી જાય.

++++++++++++++++++++++++++++++++++++++++++++

June 1st 2015

જીવની સમજણ

.               . જીવની સમજણ  

તાઃ૧/૬/૨૦૧૫                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે જ્યાં પ્રેમ માબાપનો,સંતાન નિર્મળરાહે ચાલી જાય
સંત જલાસાંઇની કૃપાએ,જીવને સાચી સમજ મળી જાય
…………જીવને મળે જ્યોત પ્રેમની,જે સંસ્કારને સાચવી જાય.
કળીયુગ સતયુગ એ કુદરતની લીલા,દેહ મળતા દેખાય
પાવનરાહ જીવનેમળે,જ્યાં સુર્યદેવને પ્રેમેઅર્ચના થાય
અજબ શક્તિશાળી છે એ દેવ,જેમના દર્શન જીવને થાય
શ્રધ્ધા અને સમજ એજ કેડી,જે જીવને મુક્તિએ દોરીજાય
…………જીવને મળે જ્યોત પ્રેમની,જે સંસ્કારને સાચવી જાય.
મળે દેહ અવની પર  જીવને,જેને કર્મના બંધન કહેવાય
અવની પરના આગમન પછી,કર્મની કેડી વર્તને દેખાય
ઉજ્વળજીવનની રાહમળે,જ્યાં નિખાલસ જીવન જીવાય
દેહનોઅંત જે મૃત્યુ કહેવાય,કૃપાએ જન્મબંધનથી છુટાય
…………જીવને મળે જ્યોત પ્રેમની,જે સંસ્કારને સાચવી જાય.

======================================