June 24th 2015

દુર્ગાષ્ટમી

Ma Durgastami

 

 

 

 

 

 

 

 

 

.

.

.                    .દુર્ગાષ્ટમી

તાઃ૨૪/૬/૨૦૧૫                પ્રદીપ બ્રહ્મભટ્ટ

માડી તારા દર્શન કરતાં,મને અનંત આનંદ મળી જાય
દુર્ગામાની કૃપા મળતી,જ્યાં માતાના દર્શન પ્રેમે થાય
………..એવો આજે પવિત્ર દીવસ છે,જે દુર્ગાષ્ટમી કહેવાય.
શ્રધ્ધા રાખી વંદન કરતા,માતાની અનંત પ્રેરણા થાય સુખશાંન્તિના દ્વાર ખુલે,પ્રદીપને પાવનરાહ મળી જાય ૐ રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહા,સ્મરણ પ્રેમથી થઈજાય મળે જીવને શાંન્તિ અનેરી,જે માતાની કૃપા જ કહેવાય
………..એવો આજે પવિત્ર દીવસ છે,જે દુર્ગાષ્ટમી કહેવાય.
ભક્તિમાર્ગને પકડી ચાલતા,જીવોનુ મા રક્ષણ કરી જાય
ના અપેક્ષાની કોઇ આશા રહે,જ્યાં માતાના  દર્શન થાય
અનંત શાંન્તિ સ્પર્શે દેહને,જીવને મુક્તિ માર્ગે દોરી જાય
પવિત્ર ધર્મની સાચી રાહે,માતાનુ મંદીર પણ મળી જાય
………..એવો આજે પવિત્ર દીવસ છે,જે દુર્ગાષ્ટમી કહેવાય.

************************************************        આજે દુર્ગાષ્ટમીના પવિત્રદીવસે માતા દુર્ગાને લાખો વંદન સહિત
પ્રણામ.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટના પરિવાર સહિત માદુર્ગાને વંદન.

June 24th 2015

જીવનીકેડી

.              . જીવનીકેડી

તાઃ૨૪/૬/૨૦૧૫               પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ મળે અવનીએ જીવને,કર્મની કેડીએ બંધાય
આવન જાવન જકડે જીવને,ના કોઇથીય છટકાય
………એજ લીલા જગતપિતાની,ના માનવીને સમજાય.
દેહ મળતા જીવને ધરતીપર,સંબંધો જકડી જાય
કરેલ કર્મ એજ કેડી જીવની,જે અનુભવે સમજાય
આજકાલ ના અંબાય કોઇથી,કે ના કોઇથી છુટાય
મળે માયાને મોહ દેહને,જે કળીયુગમાં અડી જાય
………એજ લીલા જગતપિતાની,ના માનવીને સમજાય.
મળેલ માનવદેહ  જીવને,સાચીભક્તિએ સચજાય
નિર્મળ જીવન રાખી જીવતા,ના આફતો અથડાય
આવીઆંગણે પ્રભુકૃપામળે,જ્યાં જલાસાંઇ ભજાય
નાકોઇ કળીયુગની ચાદર અડે,નામાયા અડીજાય
………એજ લીલા જગતપિતાની,ના માનવીને સમજાય.

+++++++++++++++++++++++++++++++++++++++++