September 30th 2008

તમે છો મારા

……………………….  તમે છો મારા  

તાઃ૨૯/૮/૧૯૭૫……………… પ્રદીપ બ્રહ્મભટ્ટ 

માન્યા મેં તો તમને અમારા
……………..  છોને ગમે તેમ તોય ગમનારા
મનને મનાવ્યું તનને બચાવ્યું
 ……………. જીવન જીવવા તમ સંગ દુલારા
 ………………………………. ……..માન્યા મેં તો તમને

કદમ કદમ પર આંખોની સામે
…………….  યાદ તમારી વિસરી શકુ ના
દેતા સહારો મનને મારા,છાનું માનું મનાવી
…………………….. ………. …….માન્યા મેં તો તમને

પગથી પગથી જીવનની પણ
 …………… કેમ માની મેં તારી એ વાણી
ક્યાંથીભુલે મનએ પળનેમાણ્યા મિલનમનોહર
 …………………………….. ………માન્યા મેં તો તમને 

 ઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽ

September 30th 2008

પ્રેમાલીંગન

…………………..    પ્રેમાલીંગન

તાઃ૨૬/૮/૧૯૭૫ …….                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવનમાં પ્રેમ કદી નવ પામ્યો
  ……………..જગતમાં અહીં તહીં ભટકાયો
  ……………………………………………જીવનમાં પ્રેમ
પ્રેમ થતો અંતરમાં તે પર,
 ……………….. જ્યારથી ગાંઠે બંધાયો
સમાજની આ વિધિ પતાવી
 ……………….. હું અંતે કિનારે આવ્યો.
 ……………………………… ……….જીવનમાં પ્રેમ
આવ્યો જ્યારે ભવસાગરના,
………………….  શીતળ શાંન્ત કિનારે
પામ્યો નહીં પ્રેમાલીંગન
…………………….  દુર તેથી હું ખોવાયો
 …………………………….. ……….જીવનમાં પ્રેમ
સાગરમાં જેમ મીન તરસે
………………….  તેમ પ્રેમ વિના તરસાતો
મને મળી તું દેતી સહારો
 ………………….. જીવન જીવવા હું જાગ્યો
 ………………………………… ……..જીવનમાં પ્રેમ
આશ જીવનમાં તને હતી ત્યાં
                   જીવનજીવવા રોકાણોહતો હું
સાથ મને જીવનમાં મળે તો
……………..  આનંદાલીંગન જીવી જાશું
  ……………………………………..જીવનમાં પ્રેમ

##############################################