September 4th 2008

વાદળ વેરાયા

…                   વાદળ વેરાયા

તાઃ૩/૯/૨૦૦૮ ……..                પ્રદીપ બ્રહ્મભટ્ટ

શ્રાવણની સંધ્યાને વળી વાદળ કાલા ભંમર
     મેઘની મહેંક આવતી જાણે અવની પર આવે અંબર
કૃતિ કુદરતની અજબ ને વળી જગે છે નિરાલી
  ના માનવ મનને અણસાર મલે ભલે રહે વિહારી
                         ……..શ્રાવણની સંધ્યાએ સહવાસ મળ્યો

કલરવ કરતા પંખીને ક્યાંકથી સંકેત મળ્યો
  વિશાળ વ્યોમની છત્રછાયામા વૃક્ષોએ વિશ્રામ કર્યો 
સુરજની વિદાય દેખાતી ને અંધકાર વ્યોમે ફર્યો
  ચારે દિશા નિરાકાર દિસેને પવનનો સુસવાટ મળ્યો
                    …..શ્રાવણની સંધ્યાએ ઠંડીનો અણસાર થયો

વાય વાયરોને હૈયે ટાઠક  જીવ માત્રને મળતી
       સ્ફુરતી લેતા દેહને જગમાં સાર્થક જીંદગી જણાતી 
આભને નિરખી મન મલકાતા મેઘરાજાને નમતા
  સૃષ્ટિ આખી સહજ બનતી જ્યાં વાદળ આભે વેરાયા
… …….      ……….શ્રાવણ માસના પવિત્રદીનની મહેંક મળી

—————————————————-