September 22nd 2008

મા ની છાયા

 ………………………. મા ની છાયા

તાઃ૨૧/૯/૨૦૦૮                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળતી નથી મને હું શોધુ તારી મમતા,
નથી રહી હવે તારાવગર મારી ક્ષમતા.

મા તને નીરખી મને જશોદાની યાદઆવે,
માખણ ના ચોરું તોય ટપલાં મને તુ મારે.

પગલી ભરુ ત્યાં તું આંગળી જ પકડતી,
પડી જઉ ત્યાં તું લાડકોડ પણ કરતી.

જીવને જગતમાં પરમાત્માએ મોકલ્યો,
તારા થકી મા જીવે અવનીએ દેહ લીધો.

તારી નજરમાં ના કોઇ ભેદભાવ મેં જોયા,
સદા નિરંતર અમો પર પ્રેમના વાદળ તેં ઢોળ્યા.

મા નો પ્રેમ મેઘ જેવો છે,જે હંમેશા વરસે જ છે અને સંતાનોને ટાઠક આપે છે.

September 22nd 2008

ઓ માઝી

 ………….. ……………   ઓ માઝી

તાઃ૩૦/૮/૧૯૭૫ ……………… પ્રદીપ બ્રહ્મભટ્ટ

નાવ નિરાંતે ચલાવ ઓ માઝી…(૨)
નદીની ધારા,વાદળ દીસે
ઉંડી છતાં એ ઓછી ભાસે
હોડીને તો ધીમી હંકાર……ઓ માઝી નાવ

બેઠા અમે તો જીવને લઇને
મધ્યે આવ્યા મુક્તિ પામવા
સંસારની આ, માયા છે અપાર..(૨) ઓ માઝી

જેવા તેવા જગને વરેલા
પ્રેમીને પણ એક કરીને
જીવનની માયા તુ છોડાવ …(૨) ઓ માઝી

યુગની માયા જીવ સાટે
નાછુટી એ જગની સાથે
વીણે તારા કર્મ ગુથાયેલા તુ મુકાવ….ઓ માઝી

++++++++++++++++++++++++++++++++++++++

September 22nd 2008

વિત્યો સમય

                          વિત્યો સમય

તાઃ૨૭/૮/૧૯૭૫                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

વિત્યો સમય એળે ગયો…..(2)
તો માનજો તમારે અહીં નથી રહેવાનુ
સ્વર્ગથી તમે દુર છો દુઃખની તમે નજીક
માનજો તમે નરકની નજીક છો….(2)
 ……………………………………………વિત્યો સમય એળે

દો દાન વિદ્યાનું તમે, ગુરુ ચરણ સ્વીકારજો ..(૨)
કીધો જેણે ઉપકાર જીવનપર એને કેમ શકો ભુલી
                                    ……….વિત્યો સમય એળે

કરશો તમે માબાપની, મન શાંન્ત રાખીને સેવા..(૨)
નિજાનંદ જીવનમાં મળશે, અંતે પ્રભુ આવશે લેવા
 ……………………………………………..વિત્યો સમય એળે

જ્યોત જીવનમાં મળશે,ને મળશે હેત અપાર…(૨)
માની મમતા ને પ્રેમ પિતાનો દેસે જીવનમાં તેજ
……………………………………………….વિત્યો સમય એળે

*********************************************