September 27th 2008

મારું નામ અમથો

                    મારું નામ અમથો

તાઃ૨૬/૯/૨૦૦૮                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

અમથો મારું નામ,પણ કરતો હું સૌના કામ
પ્રેમથી મળતો સૌને, ને હું હૈયે રાખતો હામ
 ………………………………….ભઇ અમથો મારું નામ

આંગળી પકડી ચાલુ, જ્યાં નાનું બાળક દેખુ
પાપાપગલી  કરાવુ ને વંદન પણ શીખવાડુ
વ્હાલ પણ કરુ હું એવું જાણે લાગે પોતા જેવું
દોડી આવે મારી પાસે છોડી મમ્મીનો ખોળો
 ……………………….   ……..ભઇ અમથો મારું નામ

લાકડી લઇને આવતાં મેં દીઠા ઘરડા કાકા
હામ હૈયાથી દેતો ને દુઃખડાં ભુલવા કહેતો
ભુતકાળ ભરખી ગયો જે યાદ હવેના કરવો
પ્રભુ ભજી લેવાજ આજે,કાલના કહેવા જેવી
…………………………..  …….ભઇ અમથો મારું નામ

નામ મળ્યુ મને માબાપથી,ના મને કોઇ મોહ
ના કામ કોઇના આવ્યો,બની ગયો હું અમથો
માતાપિતાની લાગણી,ને પ્રભુ ભક્તિમાં સ્નેહ
અમથો ના રહ્યો હવે,મને મળ્યો ઘણાનો પ્રેમ
………………………..    ……..ભઇ અમથો મારું નામ

mmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmm