September 7th 2008

સાંકળના બંધન

               સાંકળના બંધન

તાઃ૬/૯/૨૦૦૮                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાંકળ તારા બંધન, ના તુટે ના કોઇથી તોડાય
જગમાં કર્મના બંધન ના સમજ્યા ના સમજાય
ઓ વિશ્વવિધાતા તારી લીલા કોઇથીના પરખાય
આ સૃષ્ટિનો અણસાર જગમાં કોઇથી ના છોડાય
…….      …………………………સાંકળ તારા બંધન
અગણીત તું ઉપકાર સમજુ, તારા ના કહેવાય
ભવસાગરમાં થતા તારાકામ તારાકર્મથી ગંઠાય
………….                  …………સાંકળ તારા બંધન
કુદરતનીકરામત જગતમાં નાપારખી નાપરખાય
દીધી હૈયાથી હામ કોઇને,સૃષ્ટિમાં સાચી સમજાય
  …………. ………………………સાંકળ તારા બંધન
મુક્તિ માગતાં જીવનમાં કદી માગે ન મળી જાય
લાગળીતારી પરખાય જ્યાંભક્તિમાં મનપરોવાય
      …………………..  …………સાંકળ તારા બંધન
હરે રામ હરે કૃષ્ણ કરતાં કરતાં મનડૂ ક્યાંક કચવાય
જયજલારામ,જયસાંઇરામ સાંભળતા પ્રભુપણ હરખાય
…..                           …………સાંકળ તારા બંધન
લાગણી વહેંચતા પ્રેમ આટોપતા જીવો જ્યાં મલકાય
મનની સાંકળની કડી સંધાતા જીવની ઉન્નતી થાય
……..                          ……….સાંકળ તારા બંધન

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment