August 28th 2017

આફત આવી

.            .આફત આવી 

તાઃ૨૮/૮/૨૦૧૭               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
કુદરતની આ અજબ લીલા છે અવનીપર,સમયને પકડતા માનવીને એ સમજાય
સમયની સાંકળ જગતપિતાનીકેડી,મેધરાજાને વર્ષાવી ભયંકર આફત આપી જાય
.......લાખો જીવો પર વરસાદ વરસતા,સંગે વીજળીના ધબકારે ધરના આંગણા ધબકી જાય.
રાતદીવસ નાસ્પર્શે આ સમયને,કે ના સુર્યનારાયણના દર્શન કોઇ માનવીને થાય
અજબ ધબકારા થાય અવનીપર વીજળીના,જે સાંભળી અનેક જીવો ભટકી જાય
ધુમ ધડાકા લઈને વરસાદનુ આગમન થતા,માનવીને કુદરતની આફત મળી જાય
ના આગમન કે વિદાય સ્પર્શે અવની પર,જે માનવીના ધરને પ્રેમથી ખોલી જાય
.......લાખો જીવો પર વરસાદ વરસતા,સંગે વીજળીના ધબકારે ધરના આંગણા ધબકી જાય.
કરેલકર્મ એ પકડે જીવને દેહ મળતા દેખાય,કુદરતની કળીયુગી થાપડ ના પકડાય
સમય એતો છે કુદરતની સાંકળ જગતપર,ના કોઇ જીવથી આવતી કાલ સમજાય 
ક્યારે અને ક્યાં કુદરતની લીલા મેળવાય,એ અવની પર કોઇ જીવથી એ પકડાય
મળે જગતપર આફતની હેલી અચાનક,સફળતાની ના કોઇ જ કેડી પણ મેળવાય
.......લાખો જીવો પર વરસાદ વરસતા,સંગે વીજળીના ધબકારે ધરના આંગણા ધબકી જાય.
=======================================================================