June 14th 2013

સરળ ભક્તિ

.                     સરળ  ભક્તિ

તાઃ૧૪/૬/૨૦૧૩                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને રાહ મળતા  જીવનમાં,જન્મ સફળ કરી જાય
ભક્તિ કેરી સરળ કેડીએ,પવિત્ર રાહ પણ મળી જાય
.                  …………………….જીવને રાહ મળતા  જીવનમાં.
અજબ શક્તિ ભક્તિની જગમાં,અતુટ રાહ તુટી જાય
માયાની નાકેડી જીવનમાં,કાયાની કદરપ્રેમથી થાય
અવધુતની અવગણના કરતાં,ભક્તિ સાચી થઇ જાય
કળીયુગની નાચાદરઅડે,જ્યાં જલાસાંઇની સેવાથાય
.                   ……………………જીવને રાહ મળતા  જીવનમાં.
કુદરતની છે આ અકળ લીલા,સમય સમયે સમજાય
મિથ્યા માયા મોહ થતાં જ,આ જન્મ સફળ થઈ જાય
અંગેના ઓઢવાની જરૂર,કેના ભગવાની ઇજ્જત થાય
મનથી કરેલ સરળ ભક્તિએ,સાચી રાહ જ મળી જાય
.                  …………………….જીવને રાહ મળતા  જીવનમાં.

=====================================