July 6th 2010

પુ.મોરારી બાપુને.

          સંત પુ.મોરારી બાપુના  

 

 

 

 

 

 ચરણે વંદન.

 તાઃ૭/૭/૨૦૧૦                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમાત્માની અસીમકૃપા મળે,એવું જીવથી વિચારી ચાલુ
આશીર્વાદે આશા પુરણ થાય,એવા સંતછે પું. મોરારીબાપુ
                             ………પરમાત્માની અસીમ કૃપા મળે.
અવનીપરના આગમને આ સંતના.પિતા છે પ્રભુદાસ બાપુ
શિવરાત્રીએ જન્મતા માતાસાવિત્રીબાને મળ્યુતેમનુ માગ્યુ
દાદાના આશીર્વાદ મળતા,મળ્યા ભક્તિથી ઉજ્વળ સંસ્કાર
શિક્ષકનો વ્યવસાય મુકી,૧૯૬૬થી ખોલ્યા મુક્તિતણાએ દ્વાર
                        …………પરમાત્માની અસીમ કૃપા મળે.
કુદરતની કૃપા ગુજરાતપર,મળ્યા જલારામ ને મોરારીબાપુ
સંસારની કેડી પર ચાલતાં,રાહ બતાવી જીવન જીવવું સાચું
ભક્તિભાવને સંગે રાખી,કર્મબંધનથી જીવને મુક્તિએ દેનારુ
પધારજો મોરારીબાપુ ઘેરઅમારે,જીવોની મુક્તિરાહ હું માગુ
                           ……….પરમાત્માની અસીમ કૃપા મળે.
લેણદેણની સાંકળ જીવ સાથે,જ્યાં કર્મ તણા બંધનનો રંગ
પ્રદીપ,રમા,રવિ,દિપલ ને નિશીત,વંદે ભક્તિભાવને સંગ
કૃપા પરમાત્માનીમળે જીવે,જ્યાં સાચા સંતને વંદન થાય
ઉજ્વળ જીવનની લકીર લેવા,વિનંતી કરીએ બાપુને આજ
                          ………..પરમાત્માની અસીમ કૃપા મળે.

ૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐ

        હિન્દુ ધર્મના સંત પુ.મોરારી બાપુને આ કાવ્ય અમારી પ્રભુ ભક્તિ
અને સાચી શ્રધ્ધાથી વંદન સહિત તેમના ચરણોમાં યાદગીરી રૂપે અર્પણ.
લી.પ્રદીપ,રમા,રવિ,દીપલ,નિશીતકુમાર.પુ.શકુબેનતથા પુ.સુરેશકુમારના વંદન.

હ્યુસ્ટન,ન્યુ જર્સી,યુ.એસ.એ.                      તાઃ૭મી જુલાઇ,૨૦૧૦

July 6th 2010

સંગનો રંગ

                               સંગનો રંગ

તાઃ૬/૭/૨૦૧૦                                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

માગી લીધું માનવી મનથી,જે લોભ મોહથી દેહે મેળવાય
જીવને ના સમજ કે સંગથી, જીંદગીનો રંગ બદલાઇ જાય
                               ………..માગી લીધું માનવી મનથી.
અવનીપર જે અવતરણ જીવના,તે જીવના બંધન કહેવાય
છુટી શકે ના કોઇ જગતમાં,હોય સાધુ કે સન્યાસી સમજાય
કર્મના બંધન સૌને વળગે,જે દેહ મળતા જગમાં ઓળખાય
શ્રધ્ધા અર્ચનને સાચીભક્તિ કરતાં,જીવને મુક્તિદ્વાર દેખાય
                                ………..માગી લીધું માનવી મનથી.
સંગ અને સહવાસ જીવનો,જે દેહ થકી જ જગમાં છે લેવાય
કોનો કેવો સંગ દેહને મળ્યો,તે તેના વર્તનથી જાણી લેવાય
મુક્તિમાર્ગને પારખી લેતાં,સાચી ભક્તિનો થઇજાય સહવાસ
રંગ નાલાગે મોહ માયાનો દેહે,જે વર્તનથી જગતમાં જોવાય
                               …………માગી લીધું માનવી મનથી.

==================================