July 4th 2010

સરળ જીવન

                           સરળ જીવન

તાઃ૪/૭/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના માગું હું મોહ માયા,કે ના માગું કદી અભિમાન
પૃથ્વી પરના આગમને,હું ગાવુ ભક્તિના ગુણગાન 
                           …………ના માગું હુ મોહ માયા.
જન્મ મળતાં જીવને જગે,દેહ થકી સઘળુ જ દેખાય
નેત્ર દીધાછે પરમાત્માએ,અજુગતુ જોતાંએ ફેરવાય
માનવી મને મળી કૃપા,કે બુધ્ધિથી સઘળુ સમજાય
વિચારીને પગલુ ભરતાં,જીવનો જન્મસફળપણથાય
                               ……….ના માગું હુ મોહ માયા.
આગળ ચાલે વ્યાધી ત્યારે,ધીરજ નો લેતો સહવાસ
મહેનતના સોપાનો સંભાળી,ચાલતો ડગલાં હું બેચાર
ભક્તિપ્રેમના ટેકાએ,મળીજતો જલાસાંઇનો મનેસાથ
દેહને મળતા સરળ જીવનથી,જન્મસાર્થક થતો જાય
                             ……….ના માગું હુ મોહ માયા.

***************************************

July 4th 2010

કુદરતનો દંડો

                          કુદરતનો દંડો

તાઃ૪/૭/૨૦૧૦                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમજણ સાચી માનવીસમજે,તોય જગમાં ફંદો થાય
અહંકાર ને અભિમાન જોતાં,કુદરતનો દંડો પડી જાય
                       ……..સમજણ સાચી માનવી સમજે.
મેઘનાવાદળ નિરખી ખેડુતો,ખેતરમાં હળ સાથે દેખાય
આવતા મેધનોસહવાસ મેળવી,જમીનપણ મહેંકીજાય
ન્યાય કુદરતનો સરળછે,જ્યાં દેહને દેખાવ ચોંટી જાય
અતિ વરસાદની ઝાપટ પડતાં,જળબંબાકાર થઇ જાય
                      ………..સમજણ સાચી માનવી સમજે.
માનવીમનની સરળબુધ્ધિ,જે જીવન ઉજ્વળ કરીજાય
કુદરતની દયાથી જગે માનવી,પાવન કર્મો કરી જાય
શીતળ પવનની લહેરમળે,જે જીવનને મહેંકાવી જાય
ઝડપ વધે જ્યાંપવનની ,ત્યાં ખેદાન મેદાન થઇજાય
                       ………સમજણ સાચી માનવી સમજે.
નિર્મળજીવન લાગે માનવીને,જ્યાં સુર્યનોઉદય થાય
પ્રકાશની પાવક જ્યોતમાં,દિવસ પણ મલકાઇ જાય
અતિનો સહવાસ મળે જ્યાં,સુર્ય કિરણોનો પૃથ્વી પર
અસહ્ય ગરમીની છત્રછાયામાં,ના માનવીથી જીવાય
                      ………સમજણ સાચી માનવી સમજે.

       ++++++++++++++++++++++++++++