July 1st 2010

કેટલો સમય?

                         કેટલો સમય?

તાઃ૧/૭/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમય પુછતાં પહેલા વિચારો,કે તમે કેટલે આવ્યા
ના કોઇથીયએ રોકાયો,કે ના કોઇએ રોકી શકવાનું
                 ……….સમય પુછતાં પહેલા વિચારો.
જન્મ મરણની ચાદર નીચે,સૌ જગતમાં જીવવાના
અણસાર મળે જન્મનો,પણ મૃત્યુ નાજાણી શકવાના
                  ………સમય પુછતાં પહેલા વિચારો.
દેહ મળેલા જીવને માનવી,આંખથી એને જોવાનો
દ્રષ્ટિ એછે દેણપ્રભુની,જે દેહની ઉંમરે તો ઘટવાની
                  ………સમય પુછતાં પહેલા વિચારો.
સમય પારખી જીવન જીવતાં,હાથ ઉંચો રહેવાનો
ચુકી ગયો  જો માનવ,સમયે એ ભીખ માગવાનો
                 ………સમય પુછતાં પહેલા વિચારો.
દેહ મળે છે પ્રભુ કૃપાએ,સમજદાર એ સમજી લે
ના વ્યાધી આવે આંગણે,ના ઉપાધી અણસાર દે
                 ………સમય પુછતાં પહેલા વિચારો.
સત્કર્મોની સીડી મળે જીવને,જ્યાં ભક્તિપ્રેમે થાય
આવેઆંગણે જ્યાંપરમાત્મા,ત્યાં જીવમુક્તિએજાય
                 ………સમય પુછતાં પહેલા વિચારો.

++++++++++++++++++++++++++

July 1st 2010

एक लकीर

                    एक लकीर

ताः१/७/२०१०                       प्रदीप ब्रह्मभट्ट

करिश्मा कुदरतका अनोखा,नासमझ कोइ पाया है
प्रेमकी एक लकीर मीलनेपर,जीव जगपे आता है
                      ……….करिश्मा कुदरतका जगमें.
नाता है अवनी पे जीसका,जीव आके देह लेता है
कर्म के गहेरे बंधनको,इन्सान समझके जीता है
एकलकीर श्रध्धाऔरविश्वासकी,भक्तिप्रेम देजाती है
उज्वल महेंक जीवनमे, सृष्टिसे भी मील जाती है
                     ………..करिश्मा कुदरतका जगमें.
ना कोइ अपना या पराया,जन्म मरणका नाता है
कर्मका गहेरा बंधनजगमें,समझ नहीं कोइ पाया है
मिलती है महेंक जीवनमें,जब प्रभुकृपा होजाती है
नजरएक जलासांइकी,जीवको शांन्तिमीलने आतीहै 
                       ……….करिश्मा कुदरतका जगमें.

    ============================

July 1st 2010

ભક્તિસંગ

                            ભક્તિસંગ

તાઃ૧/૭/૨૦૧૦                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

કર્મતણા બંધનથી જગતમાં,જીવ અવતરણે લબદાય
સરળતાની સાંકળનેસમજતાં,પ્રભુ ભક્તિમાં વળીજાય
                          ……….કર્મતણા બંધનથી જગતમાં.
લાયકાત મળતાંજીવને,અવનીએ પ્રાણીપશુ જન્માય
આરો ચારો શોધીને જીવતા,જગે જન્મ પુરો થઇ જાય
કુદરતની આ લીલામાં જીવને,માનવજન્મ છે દેવાય
સમજ અને સમયને પારખી,કર્મે જન્મ સફળ લેવાય
                         ……….કર્મતણા બંધનથી જગતમાં.
દેહ મળે જ્યાં માનવનો,ત્યાં બાળપણે આનંદ થાય
પ્રેમ મળે વડીલોના જગે,તેને આશીર્વાદ છે કહેવાય
લાયકાતનુ બારણું ખોલતાંજ,સરળ જીવન થઇ જાય
ઉજ્વળજીવનનો અણસારમળતાં,જન્મ સફળ દેખાય
                         ……….કર્મતણા બંધનથી જગતમાં.
જન્મમરણ ના સંબંધ દેહને,જે છે ઉંમરનો અણસાર
કામ ક્રોધ અને મોહ છોડતાં,આ જન્મ સફળ દેખાય
મુક્તિ ના દ્વાર ખોલવા,ના કોઇ લાલચ મોહ રખાય
ભક્તિનોસંગ ઘરમાં જ લેતાં,જન્મ સફળ થઇ જાય
                        ………કર્મતણા બંધનથી જગતમાં.

==============================