July 25th 2010

કદીક મળશે

                         કદીક મળશે

તાઃ૨૫/૭/૨૦૧૦                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિરખી જગતના જીવને,ખુદ પરમાત્મા હરખાય
દેહ મળેલ જીવ જ્યાં,આંટીઘાંટીથી નીકળી જાય
                        ………નિરખી જગતના જીવને.
સરળ લાગતું જગતનુંજીવન,મોહમાયાએ બંધાય
ડગલેપગલે સમજણરાખતાં,જગે તેનાથી છટકાય
શ્રધ્ધા રાખતાં મનમાં,ને જ્યાં વિશ્વાસને સહેવાય
કુદરતની એક અસીમ કૃપા,કદીક મળશે પળવાર
                         ………..નિરખી જગતના જીવને.
સોપાન જીંદગીના જોતાં,તો ઉતારચઠાવ છે દેખાય
સમજ નાઆવે દેહથીજીવને,ક્યાં મળશે કેવો મુકામ
વિશ્વાસ રાખવો મહેનતમાં,ને શ્રધ્ધાએ ભક્તિ થાય
જલાસાંઇનીભક્તિએ,કદીક મળશે સંતના આશિર્વાદ
                          ……….નિરખી જગતના જીવને.

    )))) ))))) ))))))) ))))))(((((( ((((((  ((((( (((