July 2nd 2010

સરગમ

                            સરગમ

તાઃ૨/૭/૨૦૧૦                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળી જાય જ્યાં સુર શબ્દને,ત્યાં મનડાં સૌ હરખાય
મધુર સ્વરની રેલી મળે,જગમાં સરગમ એ કહેવાય
                     ………મળી જાય જ્યાં સુર શબ્દને.
લખી લીધેલા શબ્દોને જગતમાં,આંખોથી જ વંચાય
નેત્રબિંદુ પર અસરપડતાં,માનવી અર્થ સમજીજાય
ના ટેકાની કોઇ જરૂર પડે,કેના કોઇથી એસમજાવાય
પરમાત્માની આ અજબલીલા,જે આંખોથીજ વંચાય
                    ……….મળી જાય જ્યાં સુર શબ્દને.
શબ્દસુરનો તાલ મળતાં,સૌને કાનથી એ સંભળાય
નાસ્પર્શ કે ન નેત્રની જરુરપડે,એ તાલથી સમજાય
જીવનની સરગમ નિરાળી,ના કોઇથીય એ પકડાય
સુખદુઃખએ બેશબ્દછે,જગતના સૌજીવોથી મેળવાય
                     ……….મળી જાય જ્યાં સુર શબ્દને.

     ++++++++++++++++++++++++++++++

July 2nd 2010

પ્રભુ પ્રેમ

                              પ્રભુ પ્રેમ

તાઃ૨/૭/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમ જગતમાં પરમાત્માનો,ના માગણીએ મેળવાય
મોહમાયાના બંધનછોડતાં,સાચી ભક્તિએ મળીજાય
                        ……….પ્રેમ જગતમાં પરમાત્માનો.
ઉજ્વળજીવન પાવનકર્મ,જીવની સાચી ભક્તિનોમર્મ
મનથી કરેલી ભક્તિ પુંજા,જીવનમાં નારહે કોઇ દ્વીધા
મોહ તો છે આ દેહનાબંધન,અને માયા છે આજીવના
ક્યારે છુટે એ કોઇ નાજાણે,આ તો પરમાત્માની લીલા
                       ……….પ્રેમ જગતમાં પરમાત્માનો.
શીતળતાનો સહવાસ રહે,જ્યાં અભિમાનને ભગાડાય
દેખાવની દુનીયાનેછોડતાં,જીવને સદમતી મળીજાય
સહવાસમળે જ્યાં જલાસાંઇનો,ભક્તિની પ્રેરણા થાય
પાવનકર્મનો સંગ મળતાં જીવને,પ્રભુ પ્રેમ મેળવાય
                       ………..પ્રેમ જગતમાં પરમાત્માનો.
જગનીમાયા એ નીર ઝાંઝવાના,વ્હેણ ક્યારે બદલાય
કર્મબંધન જીવની સાથે,અવનીએ દેહ મળતાં દેખાય
મનથી થતી ભક્તિનીશક્તિ,જીવનેમુક્તિએ લઇ જાય
જન્મમરણના છુટે બંધન,કૃપાથી પ્રભુ પ્રેમ મળી જાય
                         ……….પ્રેમ જગતમાં પરમાત્માનો.

       ============================