July 2nd 2010

સરગમ

                            સરગમ

તાઃ૨/૭/૨૦૧૦                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળી જાય જ્યાં સુર શબ્દને,ત્યાં મનડાં સૌ હરખાય
મધુર સ્વરની રેલી મળે,જગમાં સરગમ એ કહેવાય
                     ………મળી જાય જ્યાં સુર શબ્દને.
લખી લીધેલા શબ્દોને જગતમાં,આંખોથી જ વંચાય
નેત્રબિંદુ પર અસરપડતાં,માનવી અર્થ સમજીજાય
ના ટેકાની કોઇ જરૂર પડે,કેના કોઇથી એસમજાવાય
પરમાત્માની આ અજબલીલા,જે આંખોથીજ વંચાય
                    ……….મળી જાય જ્યાં સુર શબ્દને.
શબ્દસુરનો તાલ મળતાં,સૌને કાનથી એ સંભળાય
નાસ્પર્શ કે ન નેત્રની જરુરપડે,એ તાલથી સમજાય
જીવનની સરગમ નિરાળી,ના કોઇથીય એ પકડાય
સુખદુઃખએ બેશબ્દછે,જગતના સૌજીવોથી મેળવાય
                     ……….મળી જાય જ્યાં સુર શબ્દને.

     ++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment