July 13th 2010

કળીયુગી બેન

                      કળીયુગી બેન

તાઃ૧૩/૭/૨૦૧૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

માયા છે મારી ઘરવાળી,ને મમતા છે એની બેન
કળીયુગની આ કાયાને ભઇ,આ બે વળગેલા વ્હેણ
                        ……….માયા છે મારી ઘરવાળી.
વિચાર કરતાં વાર લાગે,ત્યાં માયા બબડી જાય
ના સમયની સમજ રહે,ત્યાં ઘણુંજ વેડફાઇ જાય
જ્યાં હાથપકડી ચાલેમાયા,ના આજુબાજુ જોવાય
સ્વાર્થનો અરીસો સામેરહેતાં,નાકાંઇ આંખે દેખાય
                          ………માયા છે મારી ઘરવાળી.
મમતા જ્યારે પડખે આવે,ત્યાં માયા ખુશ દેખાય
કળીયુગની આલીલા એવી,ના સઘળા સુખી થાય
માયા વળગી ચાલે જીવને,દ્વાર સુખના બંધ થાય
અને મમતાનો સહવાસ મળતાં,જન્મ વ્યર્થ થાય
                         ……….માયા છે મારી ઘરવાળી.
સંસારની કેડી કળીયુગમાં,ના સરળતાથી સમજાય
માયાનો સંગ મળતાં દેહને,વ્યાધીઓ વધતી જાય
થોડી અળગી તેને કરતાં,ત્યાં મમતા ભટકાઇ જાય
સાચી ભક્તિનોસંગ મળતા,જીવથી બંન્ને છુટી થાય
                          ……….માયા છે મારી ઘરવાળી.

=============================