July 14th 2010

મળેલ દેહ

                               મળેલ દેહ

તાઃ૧૪/૭/૨૦૧૦                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીંદગી જાણી જીવતા જીવને,જગતમાં કેડી મળી જાય
શ્રધ્ધા રાખી ભક્તિ કરતાં,જીવનો જન્મસફળ થઇ જાય
                            ……….જીંદગી જાણી જીવતા જીવને.
દેહ મળે જ્યાં હિન્દુમાં જીવને,ત્યાં મંદીરે પ્રાર્થના કરાય
સવાર સાંજનો ખ્યાલ રાખીને,પ્રભુને ચરણે વંદન થાય
સુખદુઃખનો સહવાસ દેહને,જે અન્નઆચમને જ મેળવાય
શરણું સાચુ પ્રભુ રામનું લેતા,મળેલ દેહનો ઉધ્ધાર થાય
                            ……….જીંદગી જાણી જીવતા જીવને.
મુસ્લીમ કુળમાં જન્મ મળતાં,દેહે અલ્લાહનુ સ્મરણ થાય
પરવરદીગારની કૃપા મેળવવા,બંદગી મસ્જીદે પોકારાય
રહેમ નજર જ્યાં પડે  દેહ પર,જીવને શાંન્તિ મળી જાય
ઉજ્વળ જીવન મળેજીવને,ત્યાં દેહનો જન્મ સફળ દેખાય
                            ……….જીંદગી જાણી જીવતા જીવને.
બારણા ખોલી ચર્ચના દેહે,જ્યાં ઇસુ ખ્રિસ્તના ચરણે જાય
જન્મે મળેલ ખ્રિસ્તી ધર્મ,પાવન બાઇબલ પઠનથી થાય
સહન કરેલા સંસારના સુખદુઃખ,જે  ઇસુના દેહથી દેખાય
દેહને મળતી સાર્થકતા જગતમાં,સાચી શ્રધ્ધાથી ટેકાય
                              ……..જીંદગી જાણી જીવતા જીવને.
દુનીયાતો એક ડંડો છે,જે જીવને જન્મ મળતાં જ દેખાય
ભક્તિના સહવાસને સાથે રાખતાં,જીવ ડંડાથી બચી જાય
પ્રાણી પશુ એ નિરાધારી દેહ,અહીં તહીં ભટકી પુર્ણ થાય
માનવ જન્મ સફળતાની દોરી,સાચી ભક્તિ એજ પકડાય
                            ……….જીંદગી જાણી જીવતા જીવને.

***************************************