July 1st 2010

કેટલો સમય?

                         કેટલો સમય?

તાઃ૧/૭/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમય પુછતાં પહેલા વિચારો,કે તમે કેટલે આવ્યા
ના કોઇથીયએ રોકાયો,કે ના કોઇએ રોકી શકવાનું
                 ……….સમય પુછતાં પહેલા વિચારો.
જન્મ મરણની ચાદર નીચે,સૌ જગતમાં જીવવાના
અણસાર મળે જન્મનો,પણ મૃત્યુ નાજાણી શકવાના
                  ………સમય પુછતાં પહેલા વિચારો.
દેહ મળેલા જીવને માનવી,આંખથી એને જોવાનો
દ્રષ્ટિ એછે દેણપ્રભુની,જે દેહની ઉંમરે તો ઘટવાની
                  ………સમય પુછતાં પહેલા વિચારો.
સમય પારખી જીવન જીવતાં,હાથ ઉંચો રહેવાનો
ચુકી ગયો  જો માનવ,સમયે એ ભીખ માગવાનો
                 ………સમય પુછતાં પહેલા વિચારો.
દેહ મળે છે પ્રભુ કૃપાએ,સમજદાર એ સમજી લે
ના વ્યાધી આવે આંગણે,ના ઉપાધી અણસાર દે
                 ………સમય પુછતાં પહેલા વિચારો.
સત્કર્મોની સીડી મળે જીવને,જ્યાં ભક્તિપ્રેમે થાય
આવેઆંગણે જ્યાંપરમાત્મા,ત્યાં જીવમુક્તિએજાય
                 ………સમય પુછતાં પહેલા વિચારો.

++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment