June 1st 2016

કુદરતી લીલા

.                  કુદરતી લીલા

તાઃ૧/૬/૨૦૧૬     ૧-૬-૧ ૬     પ્રદીપ બ્રહ્મભટ્ટ 

ના જગતમાં તાકાત માનવીની,કે ના કોઇથી અંબાય
કુદરતની આ અસીમલીલા,જે સમયસાથે ચાલી જાય
………..માનવીના જીવનમાં આ તારીખ,ના કદી ફરી આવી જાય.
તારીખ એક મહીનો છો,અને વર્ષ એક છોથીજ વંચાય
આ સ્પર્શે છે માનવીને જીવનમાં,ના ફરીકદી મેળવાય
અજબ શક્તિશાળી પરમાત્મા,જીવથી સમજીનેજવાય
સમયને ના પકડી શકે અવનીએ,એજ શક્તિ કહેવાય
………..માનવીના જીવનમાં આ તારીખ,ના કદી ફરી આવી જાય.
લાગણી મોહ જીવનના સંગમાં  રહે,ના કોઇથી છટકાય
પળેપળ એ મળે જીવને,જીવનમાં અનેક વખત લેવાય
મળેલદેહ એકર્મબંધન,જે જીવને જન્મ મળતાજ દેખાય
સમજીવિચારી ચાલતા,પાવનકર્મની રાહ પણ મેળવાય
………..માનવીના જીવનમાં આ તારીખ,ના કદી ફરી આવી જાય.

======================================