June 3rd 2016

ભક્તિ સાગર

.              .ભક્તિ સાગર

તાઃ૩/૬/૨૦૧૬               પ્રદીપ બ્રહ્મભટ્ટ

અજબશક્તિ છે ભક્તિમાં,જ્યાં નિર્મળતાએ ભક્તિ થાય
ના અપેક્ષાકોઇ મનમાં રહે,જે જીવને મુક્તિ આપી જાય
…………મનથી કરેલ ભક્તિ જીવનમાં,સદમાર્ગે જ દોરી જાય.
પવિત્ર પ્રેમની રાહે જીવતા,જલાસાંઇની રાહ મળી જાય
અન્નદાનનીજ્યોત પ્રગટતા,પરમાત્માની કૃપાથઈજાય
માનવજીવનની મહેંક પ્રસરે,જ્યાં દેહ પારખીને જીવાય
અવનીપરનુ આગમન જીવનુ,મળેલ દેહ થકી સમજાય
…………મનથી કરેલ ભક્તિ જીવનમાં,સદમાર્ગે જ દોરી જાય.
મનથીકરેલ ભક્તિ જીવનમાં,જીવનું ઘરપાવન કરી જાય
શ્રધ્ધાની એઅજબકૃપા છે,જે માનવીને અનુભવેસમજાય
મળે કૃપા પ્રભુની જીવનમાં,ત્યાં સંસાર ઉજ્વળ થઈ  જાય
આજકાલ નાસ્પર્શે જીવને,જ્યાં ભક્તિનો સાગર મેળવાય
…………મનથી કરેલ ભક્તિ જીવનમાં,સદમાર્ગે જ દોરી જાય.

++++++++++++++++++++++++++++++++++++++