December 2nd 2011

અંધારૂ

.                      અંધારૂ

૭/૧૧/૨૦૧૧    (અમદાવાદ)    પ્રદીપ બ્રહ્મભટ્ટ

શાંન્તિનો સહવાસ જીવનમાં,ઉજ્વળતા આપી જાય
મનને મળતી માયા દુર ફેંકતા,અંધકાર ભાગી જાય
.                      …………….શાંન્તિનો સહવાસ જીવનમાં.
જીવનમા સોપાન નિરાળા,સાચી સમજણથી મેળવાય
પારખીલેતાં કામનીકેડી,જીવનમાં નિર્મળતા આપીજાય
કૃપા પ્રભુની મળતી જાય,જ્યાં નિખાલસતા આવી જાય
ઉજ્વળપ્રેમ અંતરથીમળતાં,જીવનમાંઅંધારૂ ભાગી જાય
.                        ……………શાંન્તિનો સહવાસ જીવનમાં.
પ્રગટે જીવનમાં દીપ પ્રેમનો,જ્યાં જલાસાંઇની કૃપાથાય
ઉજ્વળ કેડી પકડાતાં જીવનમાં, સુખ સાગર મળી જાય
ના મળે અંધકાર જીવનમાં,કે ના અંધારૂય ક્યાંય દેખાય
આશીર્વાદની ગંગા વહેતાં દેહે,જીવના પાવન કર્મ થાય
.                         …………….શાંન્તિનો સહવાસ જીવનમાં.

======================================

December 2nd 2011

પસંદગી

.                         પસંદગી

તાઃ૭/૧૧/૨૦૧૧   (અમદાવાદ)  પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવન જીવવા આદેહને,જીવનો સંગાથ મળી જાય
નિર્મળતાની સાંકળ મળતાં,આ જીવન મહેંકી જાય
.                      …………….જીવન જીવવા આદેહને.
કદીક થઈ જતાં કામમાં,જીવે કૃપા પ્રભુની થઈ જાય
માનવતાની મહેંક સંગે,પામર આજીવન મહેંકી જાય
શાંન્તિનો સહવાસ મળતાં,ના આધીવ્યાધી અથડાય
આજકાલની ના કોઇ રામાયણ,જે જીવને પકડી જાય
.                      …………….જીવન જીવવા આદેહને.
રામનામની માળાજપતાં,સાચી પસંદગી જીવથીથાય
કુદરતની આઅતુટલીલા,જીવનો જન્મસફળ કરી જાય
મળતી માયા દેહને યુગમાં,અગ્નિ અપવિત્ર થઈ જાય
એકજ ચિંતન મનથી કરતાં,આજીવને સ્વર્ગ મળીજાય
.                     ……………..જીવન જીવવા આદેહને.

—————————————————–