December 6th 2011

શાંન્તિ આવી

                      શાંન્તિ આવી

તાઃ૧૫/૧૧/૨૦૧૧    (આણંદ)    પ્રદીપ બ્રહ્મભટ્ટ

શીતળ સ્નેહને પકડી લેતાં,પ્રેમ આવી ગયો અહીં
આધી વ્યાધી ભાગતાં અહીંથી,શાંન્તિજ મળીગઈ
.                   ……………..શીતળ સ્નેહને પકડી લેતાં.
કુદરતની આ કામંણલીલા,જીવનમાં ચાલતી અહીં
નિર્મળતાની સાંકળ મળતાં,જીંદગીપણ સુધરીગઈ
નામદામની કેડી છે વાંકી,અહીંથીજ  એ ભાગી ગઈ
રામનામની સાંકળને પકડતાં, સરળતા આવી ગઈ
                      …………….શીતળ સ્નેહને પકડી લેતાં.
લેખ લખેલા જીવના જગતમાં,કોઇનેય એ છોડે નહીં
સમજી વિચારી જીવન જીવતાં,મળશેજ શાંન્તિ ભઈ
સદગુણનો સહવાસ મેળવતા,સૌ રાજી થશે જ અહીં
જીવનની સાચી કેડીને લેતા,આ જન્મ સુધરશે ભઈ
                  ………………..શીતળ સ્નેહને પકડી લેતાં.

——————————————————————–

December 6th 2011

વ્હાલીનો જન્મદીવસ

                      વ્હાલીનો જન્મદીવસ

તાઃ૬/૧૨/૨૦૧૧      (આણંદ)         પ્રદીપ બ્રહ્મભટ્ટ

વ્હાલી અમારી રીમાનો ,આજે જન્મદીવસ ઉજવાય
ખુશીનો સાગર માથે લઈને,માતા હર્ષાબેન હરખાય
.                             …………….વ્હાલી અમારી રીમાનો.
મળતો પ્રેમ માબાપનો,જે  જીવનને ઉજ્વળ કરી જાય
ભાઇ પલ્લવની પ્રીત મળતાં,આંખો આંસુથી છલકાય
સમયની કેડી રીમાએ પકડી,પ્રેમ ભણતરથી થઈજાય
ઉજ્વળજીવન સોપાનજોતાં,માબાપને હૈયે આનંદથાય
.                                …………..વ્હાલી અમારી રીમાનો.
પિતા પ્રેમ  દીધો લલીતભાઇએ,સાચી રાહ  મળી જાય
જલાસાંઇની કૃપા નિરાળી,જે સૌના વર્તનથીજ દેખાય
પ્રદીપ.રમાને આનંદઅનેરો,મળ્યો જન્મદીનનો સંગાથ
દીપલ,રવિનો પ્રેમ મેળવી,ભાઇ બહેનના બંધને રંગાય
.                              …………..વ્હાલી અમારી રીમાનો.
કૃપા મળે પરમાત્માની જીવને,મળેલ જન્મ સાર્થક થાય
મોહની ચાદર દુર ભાગે,જ્યાં નિર્મળપ્રેમ પણ મળી જાય
તક મળી પ્રસંગની અમને,કરામત કુદરતનીજ સમજાય
પ્રાર્થના  કરીએ જલાસાંઇને,મુક્તિએ જન્મસફળ થઈજાય
.                            …………….વ્હાલી અમારી રીમાનો.

=========================================

.       ચી.રીમાના જન્મદીને પુ.જલાસાઈની કૃપાએ અમને વર્ષો પછી જન્મદીનની
ઉજવણીની તક મળી.આ યાદગાર અને પવિત્ર દીવસે સંત પુ.જલાસાંઇનેપ્રાર્થના
કે ચીં.રીમાની સર્વ મનોકામના પુર્ણ થાય અને જીવનમાં ઉજ્વળતાના  સોપાન
સરળ થાય તે ભાવનાથી આ લખાણ સપ્રેમ ભેંટ. 

લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા પરિવાર ના જય જલારામ.