December 25th 2011

ક્રોધનું આગમન

………………..ક્રોધનું આગમન

તાઃ૧/૧૨/૨૦૧૧………………..પ્રદીપ બ્રહ્મભટ્ટ

આ આવ્યો આ ગયો પ્રકરણે,મન અહીંતહીં ભટકાય
ક્રોધનીકેડી મનને મળતાં,આધીવ્યાધીઓ વધી જાય
…………………………………આ આવ્યો આ ગયો પ્રકરણે.
મેં કર્યુની માયા એવી,જે દેહે અભિમાન આપીજાય
મનનીમુંઝવણ દોડી આવતાં,ક્રોધનું આગમન થાય
માનવતાની મુડી નિરાળી,જે જીવનથી ભાગી જાય
શોધવાનીકળેલ દેહનેજગમાં,ના માનવતામેળવાય
…………………………………આ આવ્યો આ ગયો પ્રકરણે.
ભક્તિનેસંગ થોડોય મળતાં,જીવનેશાંન્તિ મળીજાય
કળીયુગની ચાદરને છોડતાં,સાચી રાહને મેળવાય
પ્રેમનિખાલસ પારખીલેતાં,જીવથીભક્તિરાહ લેવાય
આજકાલની પવિત્રકેડીએ,જલાસાંઇની કૃપામેળવાય
………………………………….આ આવ્યો આ ગયો પ્રકરણે.

++++++++++++++++++++++++++++++++++++++++

December 25th 2011

સરગમના સુર

………………..સરગમના સુર

તાઃ૭/૧૨/૨૦૧૧………………પ્રદીપ બ્રહ્મભટ્ટ

સરગમ તારા સુર સાંભળી,મારા કાનને શાંન્તિ થઈ
પ્રીત પ્રેમના શબ્દ ઓળખી,મને આનંદ મળ્યો અહીં
……………………………………….સરગમ તારા સુર સાંભળી.
મનને મળતી માયા દોર,ત્યારે વ્યાધી આવતી થઈ
એક છુટતાં આ જીવનમાં,બીજી દોડીને મળતી અહીં
સરગમના જેમ તાલ વાગે,તેમ ચઢ ઉતર શરૂ થઈ
મન મક્કમને શ્રધ્ધા સાથે,મારી જીંદગી સરળ થઈ
……………………………………….સરગમ તારા સુર સાંભળી.
પ્રેમ જીવનમાં જલાસાંઇથી,ત્યાંઆદેહને શાંન્તિ થઈ
પુણ્ય કર્મનો સંગ લેતાં જીવને,સાચી રાહ મળી ગઈ
ડગલેડગલું સંભાળતા દેહને,અનંતઆનંદ થયો ભઈ
સ્વરસાંભળી જેમ કર્ણમ્હાલે,તેમજીંદગી મલકાઇગઈ
……………………………………….સરગમ તારા સુર સાંભળી.

_+++++_+++++_+++++_+++++_+++++_