July 23rd 2007

પ્રભુ મારા

૨૫.૭.૧૯૭૨                  પ્રભુ મારા                    પ્રદીપ બ્રહ્મભટ્ટ
                       (હરિઃઑમ આશ્રમ,નડીયાદ) 
          હે પ્રભુ મારા, હું વિનતી આજ કરુ  છુ….(૨)
          સુખદુઃખની આ  ઝંઝટમાંથી મુજને આજ  ઉગારો…
                                                                              …હે પ્રભુ મારા.
          નિંદ્રામાં તો તને ભુલીને, સ્વપ્નામાં  ખોવાતો;
          શાને કાજે, નિંદ્રા દીધી, મુને આજ  જીવનમાં,
          શાંન્તિના આ વનઉપવનમાં મુઝને ક્યાંથી સુઝે;
          માર્ગે તુ તો આગળ  નાહીં  મુને કછુ નહીં સુઝે…
                                                                               …હે પ્રભુ મારા.
          જાગ્યો  જ્યારે  નિંદ્રામાંથી,  સંસારે હું  લપટાયો;
          પાપો પામ્યો જીવન ખોઈ,તુજ સંગત ના આવ્યો,
          તારી પામી કૃપા ફરી હું, જીવતર જીવવા લાગ્યો;
          બધાને ભૂલી,પ્રેમ સાગરમાં, તુજમાં હું ખોવાણો…
                                                                               …હે પ્રભુ મારા.
         જગની માયા અળગી લાગી ભવસાગરથી છુટવાને;
         અળગી કરું,આમિથ્યા માયા,વળગી રહું તમને પ્રભુ,
         સૃષ્ટિની આ અકળ લીલાથી, મુક્ત પ્રભુ મને કરો;
         સફળ આ પ્રદીપનું માનવજીવન જન્મથી દો મુક્તિ…
                                                                              …હે પ્રભુ મારા.
                                       **************
      …..શ્રી હરિઃઑમ,શ્રી હરિઃઑમ,શ્રી હરિઃઑમ,શ્રી હરિઃઑમ…

 સંત પરમ પુજ્ય શ્રી મોટાની સેવામાં સાદર અર્પણ…પ્રદીપ બ્રહ્મભટ્ટ.

July 23rd 2007

રક્ષાબંધન

                          kailasben.jpg

 હ્યુસ્ટન                       રક્ષાબંધન                         ૨૧મી ઑગસ્ટ ૨૦૦૬
                    (ભાઈબહેનનો અતુટપ્રેમ)
સર્જનહારની આ લીલા ના જાણી ના નિરખી જગમાં શકવાના,
ક્યાંથી ક્યાં લઈ આવ્યા કૈલાસબેનનો પ્રેમ મેળવવા હ્યુસ્ટનમાં.
                                                                …..જયજલારામ જયજલારામ.
ભાઈબહેનનો પ્રેમ અતૂટ છે જેની જગમાં ના કોઈ તુલના છે;
વરસે પ્રેમની વર્ષા અમો પર   જાણે શિવબાબાની કૃપા થઈ,
બહેન અમારા હેત કરે ને અમીદ્રષ્ટિ કાયમ અમ પર રાખે છે;
ના માયા ના મોહ  ના સ્વાર્થ  અમોએ ક્યાંય  કદી યે દીઠો,
પ્રેમ મળતો જ્યારે મળીયે હૈયેહેત અમો પર કાયમ વરસાવે છે.
                                                                 ….ક્યાંથી ક્યાં લઈ આવ્યા.
હ્યુસ્ટન મને લેખે લાગ્યું  જયાં મોટીબહેનનો  મને પ્રેમ મળ્યો;
માતાની અમને લાગણી દેતાં ને પ્રેમ રમાને હેતકરી એ કરતાં,
હિરાબાના સંસ્કારસિંચન ને જે.ડી.પટેલનો તેમને સાથ મળ્યો;
રવિ,દીપલમાં સંસ્કાર બાના ને નિશીતકુમારને વ્હાલા કૈલાસબા;
કેવો કુદરતનો નિયમ કે જેને માનવી ના તો જગમાં કળી શકે.
                                                                   …ક્યાંથી ક્યાં લઈ આવ્યા.
મોટીબહેનની માયા મુજને  હાથ અમો પર સદા  હેતથી રાખે;
આર્શિવાદ હેતથી મળતાં બાબાની અમપર કૃપારહી છે વરસી,
સ્નેહતણી સગાઈ છે બેનની ના સ્વાર્થ અમે ક્યાંય કદીયે દીઠો;
પ્રદીપ,પ્રદીપનું સ્મરણ મનમાં જ્યારે ભાઈબહેનનો દીન આવે;
રક્ષાબંધન પવિત્ર તાંતણે લાવે આનંદોલ્લાસ અમારા જીવનમાં.
                                                                    …ક્યાંથી ક્યાં લઈ આવ્યા.
જન્મ અમારો  સાર્થક કરવા  જલાબાપા  હ્યુસ્ટન લઈને આવ્યા;
સાત્વિક જીવન ને નિસ્વાર્થ ભાવથી  રાખી અમને સુખી કર્યા,
તનમનથી  હેત અમોને આપી  કૈલાસબેને રાહ અમોને દીધો;
ઉપકાર અમો પર અમારાબેનનો જેણે નસીબદાર અમને કીધા,
રાખડીના આ તાંતણે સાર્થક માનવ જીવન આ જન્મે કરી રહ્યા.
                                                                    …ક્યાંથી ક્યાં લઈ આવ્યા.
                                     ……..જય જલારામ.ઑમ શાન્તિ……..
   પુજ્ય કૈલાસબેનને તાઃ૯મી ઑગસ્ટ,૨૦૦૭ ના રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે પરમાત્મા શીવબાબાની તથા પુજ્ય જલારામબાપાની અસીમકૃપાથી  લખાયેલ આ “રક્ષાબંધન” કાવ્ય તેઓને યાદ રુપે સપ્રેમ પ્રણામ સહિત અર્પણ.                     પ્રદીપ બ્રહ્મભટ્ટ,હ્યુસ્ટન