July 18th 2018

સરગમનો સંગ

.            સરગમનો સંગ  

તાઃ૧૮/૭/૨૦૧૮                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવને મળેલ દેહને અવનીપર,થયેલ કર્મનો સંબંધ સ્પર્શ કરી જાય
મળેલ માનવદેહ જીવને,સદમાર્ગના સહવાસથી નિર્મળતા દઈ જાય
.......એજ અદભુત લીલા પરમાત્માની,જે સરગમના સંબંધથી સમજાઈ જાય.
કાવ્યગીતને વાંચતા સરગમનો સંગમળે,ત્યાં લખેલ શબ્દને પરખાય
સ્વરનો એજ સંબંધ છે અવાજથી,જે સ્વરથીજ કાનમાં પ્રસરી જાય
સંગીતની આ લીલા અવનીપર,એ પ્રવેશતા શબ્દની સમજણ થાય
એજ મળેલ જીવનમાં સુખશાંંન્તિની વર્ષાએ,પાવનકર્મને આપી જાય
.......એજ અદભુત લીલા પરમાત્માની,જે સરગમના સંબંધથી સમજાઈ જાય.
જીવનમાં સરગમનો સંગ મળતા,સરળ સમયનોસંગ લેતા અનુભવાય
અપેક્ષાનાવાદળ તોવર્ષે અવનીપર,પાવનભક્તિએ સરળતાથી જીવાય
મોહમાયા એતો બંધનછે જગતપર,જે અનેકજીવોને સ્પર્શથી સમજાય
સારેગમનો સંબંધ સરગમથી,એજ સમયેમળેલદેહને અનુભવથી દેખાય 
.......એજ અદભુત લીલા પરમાત્માની,જે સરગમના સંબંધથી સમજાઈ જાય.
==========================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment