April 29th 2012

સંકેત

.                         .સંકેત

તાઃ૨૯/૪/૨૦૧૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવ માત્રની પરખ અનોખી,એ ઝટપટ ના પરખાય
વાણી વર્તન સમજી લેતાં,સંકેત વર્તનનો મળી જાય
.                         ………………..જીવ માત્રની પરખ અનોખી.
મળેલપ્રેમ માબાપનો,બાળકને સ્પર્શતા સમજાઇ જાય
પારકા દેહનો સ્પર્શ થતાં,હ્રદયથી ઉંઆ ઉંઆ થઇજાય
દેહથી થતાં વર્તનનેસમજી,મળેલ જીવની પરખ થાય
વાણી સાંભળી જીવનેઓળખે,એ સંકેત પ્રભુનો કહેવાય
.                        ………………..જીવ માત્રની પરખ અનોખી.
આવી બારણે ઉભો રહે,ને ઉમળકો ખોબે ભરી દઈ જાય
લઈલે જીવનનીસરળતાં કાલે,જીવ ભવસાગરેભટકાય
સંકેત દીધો આંગણે આવી,જે કળીયુગમાં ના સમજાય
આનંદને ઉલેચી લેતાં,જીવનમાં દુઃખ સાગર છલકાય
.                       …………………જીવ માત્રની પરખ અનોખી.

***********************************************

April 29th 2012

સગપણ સાચુ

.                      .સગપણ સાચુ

તાઃ૨૯/૪/૨૦૧૨                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળ્યો જીવને જન્મ અવનીએ,જે કર્મ થકી સમજાય
અવનીપર મળતા દેહથી,સગપણ સાચું  મળી જાય
.                 ……………….મળ્યો જીવને જન્મ અવનીએ.
કલમ કુદરતની ન્યારી,જીવને ધીમે ધીમે સમજાય
ભક્તિ સાંકળને પકડીલેતાં,ના આફત કોઇ ભટકાય
કર્મબંધનનો સંબંધ અનેરો,જે સમજતા સરળ થાય
આવીમળે આશીશ પ્રભુની,સઘળી ચિંતા ચાલીજાય
.                   ……………..મળ્યો જીવને જન્મ અવનીએ.
મારુ તારુની પરખ દેહને,જે અવનીએ જ મળી જાય
જન્મ મળતાં જીવને જગે,માબાપનો પ્રેમ મળી જાય
સંતાન કેડી બને નિર્મળ,જે લોહીના સંબંધેજ બંધાય
મુક્તિમાર્ગમળતાંજીવને,જગતનાસગપણ છુટીજાય
.                     …………….મળ્યો જીવને જન્મ અવનીએ.

++++++++++++++++++++++++++++++++++++===