April 17th 2012

અંતરયામી

.                       .અંતરયામી

તાઃ૧૭/૪/૨૦૧૨                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

આગળ ચાલવા અણસાર મળે,ને મનમાંય મંથન થાય
સમજણ સાચી કૃપાએમળતાં,અંતરયામી ને ઓળખાય
.                      …………………આગળ ચાલવા અણસાર મળે.
જીવને ઝંઝટ કર્મથી મળે છે,જે વાણી વર્તનથી સમજાય
શ્રધ્ધારાખી જલાસાંઇને ભજતા,અનંત શાંન્તિ મળીજાય
મોહમાયાની ચાદર મોટી,જો કદીક ભુલથી ઓઢાઇ જાય
જન્મોજન્મની સાંકળજ્યાં વળગે,નાકોઇ જીવથી છટકાય
.                      ………………….આગળ ચાલવા અણસાર મળે.
જીવ દેહને સંબંધ છે સીધા,જે કર્મના બંધનથી મેળવાય
મનનેમળેશાંન્તિ અનોખી,જે કૃપાઅંતરયામીની કહેવાય
ભુલી ભુતકાળને જીવનમાં,ત્યાં આવતીકાલ ઉજ્વળથાય
સમજણનો સહવાસ મળતાં,જીવને મોક્ષ માર્ગ મળી જાય
.                         ………………..આગળ ચાલવા અણસાર મળે.

++++++++++++++++++++++++++++++++++++

 

 

April 16th 2012

જન્મદીન

 

 

.

.

.

.

.

.

.

.                              .જન્મદીન

તાઃ૧૬/૪/૨૦૧૨    મારા પિતાજીનો    તાઃ૧૬/૪/૧૯૨૦

જન્મદીનની જ્યોત પ્રગટાવવા,આવ્યા પિતાજી અહીં
પ્રેમને સાગર મેળવી લેતા,આજે ૯૩વર્ષના થયા ભઈ
.                    ………………..જન્મદીનની જ્યોત પ્રગટાવવા.
તનથી મહેનત જીવનમાં કરી છે,ને મનથી કરી ભક્તિ
ઉજ્વળ જીવનનીરાહ દીધી સંતાનને,કૃપાપ્રભુની લઈ
મોહમાયાને દુર રાખીને,સૌના કામ સરળ કર્યા છે ભઈ
આનંદ અમને તેનો છે અમને,જન્મસફળ કર્યો છે અહીં
.                    ………………..જન્મદીનની જ્યોત પ્રગટાવવા.
મારાની ના માયા તેમને ,કે ના મળ્યા જગતના મોહ
ભણતરનીકેડી દીધી સંતાનને,જે બની જીવનનીલેખ
જલાસાંઇની કૃપા મળતાં,મને મળી ભક્તિની જ્યોત
સુખ શાંન્તિની રાહ મેળવી,આજે જીંદગી સુધરી ગઈ
.                    ……………….જન્મદીનની જ્યોત પ્રગટાવવા.
માતાપિતાની ભક્તિ સાચી,ના મોહમાયા મળી ભઈ
સંતાનના સંતાનને જોવા,આજે આવી ગયા છે અહીં
મળેકૃપા માબાપની સંતાનને,જ્યાંલાગણી મળીગઈ
વર્ષોવર્ષએ સુખેથીજીવે,એવી સંતાનની પ્રાર્થનાથઈ
.                   ………………..જન્મદીનની જ્યોત પ્રગટાવવા.

=================================================

.             આજે મારા પુજ્ય પિતાજી રમણલાલ કાળીદાસ બ્રહ્મભટ્ટ સુખી જીવનની કેડીમાં
૯૩મા વર્ષમાં પ્રવેશ કરે છે તેમને સંત પુજ્ય જલાબાપા અને પુજ્ય સાંઇબાબાની કૃપાથી
ભક્તિ અને સંતાનનો પ્રેમ  અખંડ મળ્યો છે.આજે મારે ત્યાં પિતાજી આવી અમારા ઘરને
અને જીવનને પવિત્ર કરી અને સ્વર્ગીય માર્ગની દોરી બતાવી રહ્યા છે.પરમાત્મા તેમની
સર્વ મનો કામના પુર્ણ કરી જીવને શાંન્તિ આપે તે પ્રાર્થના.

ચી.પ્રદીપ તથા પરીવારની તેમના જન્મદીનની શુભેચ્છા..

April 10th 2012

અગણીત લીલા

                        અગણીત લીલા

તાઃ૧૦/૪/૨૦૧૧                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

જગત જેના હાથમાં છે,ને દેછે જીવને અવનીએ અવતાર
કયા દેહથી ક્યાં જવાનું છે, ના બીજા કોઇથી એ સમજાય
…..એવી અગણીત લીલા પ્રભુની,જગતમાં અનેક જીવો ભટકાય.
નિર્મળ જીવન ને સંગે શાંન્તિ ,પ્રભુ કૃપાએ જ મળી જાય
આવી અવનીએ દેહ ધરીને,એને કર્મના બંધન કહેવાય
સદમાર્ગ મળે જીવને દેહે,જ્યાં સાચી ભક્તિ મળી જાય
જલાસાંઇની નિર્મળ છે ભક્તિ,કર્મથી મુક્તિને મેળવાય
.                             ……………….જગત જેના હાથમાં છે.
આવતીઆંધીને બાંધી લેએ,જ્યાં સાચી ભક્તિને જોવાય
પ્રભુકૃપાની લીલા ન્યારી,ના મોહમાયા જીવનમાં દેખાય
ડગલે પગલે મળે શાંન્તિ,જીવનમાં પળપળને સચવાય
અંત દેહનો સરળ બનતાં,જીવને મુક્તિ માર્ગ મળી જાય
.                           …………………જગત જેના હાથમાં છે.

++++++++++++++++++++++++++++++++++++++++++++

April 9th 2012

આવતી વ્યાધી

.                   .આવતી વ્યાધી

તાઃ૯/૪/૨૦૧૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવનમાં તો ઝંઝટ આવે,ના કોઇથીય એ રોકાય
સમયને સમજી ચાલી લેતાં,ના કોઇથીય ટોકાય
.                             ……………….જીવનમાં તો ઝંઝટ આવે.
માનવ જીવન એ સુખની સાંકળ,દુઃખથી બચાય
ભક્તિ કેરી કેડી પકડતાં,સ્વર્ગીય સુખ મળી જાય
મનને મળતાં અનંત શાંન્તિ,નિર્મળ જીવન થાય
જલાસાંઇની કૃપાએ,આવતી વ્યાધી અટકી જાય
.                            ………………..જીવનમાં તો ઝંઝટ આવે.
અનંત રાહો જીવની સામે.ના કોઇથીય છટકાય
સમજણ મનને સાચી મળતાં,ના માયા અથડાય
આજકાલને પકડી ચાલતાં,સમય સમજાઇ જાય
દેહ છુટતાં અવનીએથી,સ્વર્ગના દ્વાર ખુલી જાય
.                                ……………….જીવનમાં તો ઝંઝટ આવે.

++++++++++++++++++++++++++++++++++++

April 8th 2012

મંગળકારી

.                         મંગળકારી

તાઃ૮/૪/૨૦૧૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

મંગળકારી છે સિધ્ધી વિનાયક,ઉજ્વળ જીવન દે સુખદાયક
નિર્મળ ભાવે ભક્તિ કરતાં,માયા મોહ ભાગે છે ભય વિનાશક
…………..ગજાનંદ ગણપતિ વિનાયક,જગે જીવને એ મુક્તિ દાયક
શુધ્ધ ભાવના ને સરળ ભક્તિ,જીવને મળે છે સાચી શક્તિ
મોહ માયાના સંબંધ છુટતાં,જગમાં શાંન્તિ જીવને મળતાં
ગૌરીનંદનગણપતિ નિરાળા,સરળ જીવનમાંશાંન્તિ દેનારા
આધી વ્યાધીને એછે બાંધી રાખી,સાચી શ્રધ્ધા ભક્તિ આપી
.                       ………………મંગળકારી છે સિધ્ધી વિનાયક.
કરુણા સાગર છે સ્વર્ગ દેનારા,આંગણે આવી એ સુખ દેનારા
પુંજન અર્ચન કરતાં પ્રભાતે,કૃપાની દ્રષ્ટિ જીવ પર  કરનારા
ભોલેનાથની પ્રેમે માળા કરતા,માતા પાર્વતી ખુબ હરખાતા
મુક્ત માર્ગને સરળ કરનારા,જીવની ઝંઝટ એ છે  હણનારા
.                      ………………..મંગળકારી છે સિધ્ધી વિનાયક.

==========================================

April 4th 2012

અંતરનો આદેશ

.                   અંતરનો આદેશ

તાઃ૪/૪/૨૦૧૨                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવ મનને મળે શાંન્તિ,જ્યાં જીવે જ્યોત પ્રગટાય
અંતરનો આદેશ મળે દેહને,ત્યાં જન્મસફળ થઈ જાય
.                         …………………માનવ મનને મળે શાંન્તિ.
નિર્મળ ભાવના સંગે રહેતાં,જીવને શાંન્તિ મળી જાય
સાર્થક જીવનની કેડી મળતાં,સુખ સાગર મળી જાય
ના માગણીઅપેશા રહેતાં,મળેલ જન્મ સફળ દેખાય
મારા તારાની અગણીત લીલા,દેહથી દુરભાગીજાય
.                        ………………….માનવ મનને મળે શાંન્તિ.
વાણી વર્તન દેહના જીવનમાં,કર્મનાબંધનથી વરતાય
કૃપાની કેડી મળે જીવને,જીવનમાં સદમાર્ગને સચવાય
સાચી શ્રધ્ધા મનથી રાખતાં,જીવથીમુક્તિમાર્ગમેળવાય
પ્રેરણા એતો સંકેત પ્રભુનો,જે અંતરની ઉર્મીથી સમજાય
.                          …………………માનવ મનને મળે શાંન્તિ.

+++++++++++++++++++++++++++++++++++++++

April 3rd 2012

પ્રેમનુ આગમન

.

 

 

 

 

 

..                              પ્રેમનુ આગમન

તાઃ૩૦/૩/૨૦૧૨                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

કદમ કદમને પકડી ચાલતાં,અંતે સૌને મંજીલ મળી ગઈ
લંડનથી હ્યુસ્ટન આવવા તમને,યુનાઇટેડ એર મળી ગઈ
.                               ……………..કદમ કદમને પકડી ચાલતાં.
પ્રેમની કેડી પકડી ઇનાક્ષી આવી,સાથે ભરતકુમારનેય લઈ
બેન રમાને મળવા આવી અહીંયા,એ જલાસાંઇની કૃપા થઈ
માનસી કહે મને માસી વ્હાલા,ને કૃપા કહે મારા છે રમા માસી
હર્શીલ આવે સાથે દોડી,ને કહે મમ્મી હવે ઝંઝટો જશે નાસી
.                             ……………… કદમ કદમને પકડી ચાલતાં.
પ્રેમની વર્ષા મેળવી લેતાં,સૌને અનંત આનંદ થઇ જાય
આવી હ્યુસ્ટન ખુબ જ હરખાતાં,લંડન પણ ભુલાઇ જાય
કૃપા માનસીને હીમા મળતાં,આનંદની હેલી મળી જાય
દોડા દોડી હર્શીલની જોવા,સમયે સૌ ઝબકીને જાગી જાય
.                               ……………… કદમ કદમને પકડી ચાલતાં.

************************************************************************

. શ્રી ભરતકુમાર ઇનાક્ષી અને તેમના સંતાન લંડનથી પ્રથમ વખત અમારે ત્યાં આવ્યા તેની
યાદ રૂપે આ લખાણ તેમને અર્પંણ કરીએ છીએ.

લી. પ્રદીપ,રમા,દીપલ,રવિ,નીશીતકુમાર અને હીમાના જય જલારામ.

April 2nd 2012

ભજન ભક્તિ

.                         ભજન ભક્તિ

તાઃ૨/૪/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવી દેહને મળે શાંન્તિ,ને જીવને જન્મ સફળ દેખાય
સાચી રાહ જીવને મળતાં,દેહથી ભજન ભક્તિ થઈ જાય
.                                       ……………માનવી દેહને મળે શાંન્તિ.
આગમનના એંધાણ મળે જીવને,જ્યાં બંધન કર્મના બંધાય
શીતળતાનો સંગાથમળે,જ્યાંસાચી જલાસાંઇની કૃપા થાય
અંતરમા આનંદની વર્ષા,જીવે કરેલ ભક્તિએ જ મળી જાય
ભજનની ભાવના મનમાં રાખતાં,પ્રભુની નિર્મળ દ્રષ્ટિથાય
.                                 ……………….માનવી દેહને મળે શાંન્તિ.
ભક્તિનો છે રંગઅનેરો,જીવને મળેલ દેહ ઝગમગ થઇ જાય
આફતોને આંબી લેતા જીવનમાં,શાંન્તિનો ભંડાર ભરાઇજાય
ભજન કરતાં ભાવથી નિર્મળ,પરમાત્માની કૃપા વરસી જાય
ભક્તિનો આ રંગ અનેરો,જે મળેલ જન્મ સાર્થક કરી જ જાય
.                                       ……………….માનવી દેહને મળે શાંન્તિ.

======================================

« Previous Page