November 26th 2020

શેરડી સાંઈ

***જાણો શિરડીના સાંઈબાબાનો ઇતિહાસ અને તેમના અનેક પરચાઓ.. | Apnu Bhavnagar***

             .શેરડી સાંઈ  
તાઃ૨૬/૧૧/૨૦૨૦              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
પાવનકૃપા કરી પરમાત્માએ,જે સંત સાંઇબાબાના આગમનથી દેખઈ
નિર્મળ જીવનની રાહ લઈને પધાર્યા,જે શેરડીગામને પવિત્ર કરી જાય
...એવો પાવનપ્રેમ મળે બાબાનો,જે માનવદેહના જીવને જન્મમરણથી સમજાઈ જાય.
પવિત્રભુમી ભારતછે અવનીપર,જ્યાં પરમાત્મા અનેકદેહથી આવી જાય
શ્રધ્ધાપ્રેમથી ભક્તિ કરતા પરમાત્માની,જીવને જન્મમરણથી જ સમજાય
અવનીપરનુ આગમન વિદાય,એ સંબંધ જીવનો થયેલ કર્મથી મેળવાય
મળેલ માનવદેહ એજ કૃપા પ્રભુની,જે જીવને પ્રાણી પશુથી છોડી જાય
...એવો પાવનપ્રેમ મળે બાબાનો,જે માનવદેહના જીવને જન્મમરણથી સમજાઈ જાય.
વ્હાલા મારા સાંઇબાબા શેરડી આવ્યા,જ્યાં દ્વારકામાઈથી મદદ કરાય
જીવને મળેલ દેહ પર પાવનકૃપા,જે સાંઈબાબાના આગમનથી સમજાય
અવનીપર પધારી આંગળીચીંધી,મળેલ દેહને નાધર્મકર્મથી અલગ રખાય
મળેલદેહને સંબંધ શ્રધ્ધાસબુરીનો,જે બાબાકૃપાએ માનવીથી ઓળખાય
...એવો પાવનપ્રેમ મળે બાબાનો,જે માનવદેહના જીવને જન્મમરણથી સમજાઈ જાય.
*****************************************************************


	
November 26th 2020

વિરપુર વાસી

 .              .વિરપુરવાસી                

તાઃ૨૬/૧૧/૨૦૨૦               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
પવિત્રદેહ મળ્યો ભારતના વિરપુરમાં,જે પરમાત્માની કૃપા જ કહેવાય
અવનીપર દેહ લીધો જે જગતપર,વિરપુરના જલારામથીજ ઓળખાય
....એવી પવિત્રરાહ માનવીને દેવા આવ્યા,જીવનસંગીની પણ પાવનરાહે જીવી જાય
પ્રધાનજી ઠક્કર એ પિતાજી હતા,ને રાજબાઈ જલારામના માતા હતા
પાવનકર્મને પકડીને જીવતા જલારામ,સમયસંગે જીવનમાં ચાલતા જાય
પરમાત્માનો પ્રેમ મળ્યો જીવનમાં,જે સત્કર્મના સંગાથથી સચવાઈ જાય
કુદરતની આપાવનકૃપા કહેવાય,એ મળેલજીવોના દેહને રાહ આપીજાય
...એવી પવિત્રરાહ માનવીને દેવા આવ્યા,જીવનસંગીની પણ પાવનરાહે જીવી જાય
કર્મના બંધન છે મળેલદેહને,એ અનેક જન્મમરણના બંધનથી સમજાય
માનવદેહ એજ કૃપા પ્રભુની જીવ પર,જે માનવદેહથી પવિત્રકર્મ કરાય
જલારામના મળેલદેહના પવિત્રકર્મ,જ્યાં પરમાત્માથી જીવને રાહ દેવાય
પત્ની વિરબાઈને પ્રેરણા કરીને,સંતની સેવા કરવા માટે એ પ્રેરી જાય
...એવી પવિત્રરાહ માનવીને દેવા આવ્યા,જીવનસંગીની પણ પાવનરાહે જીવી જાય
****************************************************************