November 21st 2020
. .વિરપુરના વૈરાગી
તાઃ૨૧/૧૧/૨૦૨૦ (જન્મદીવસ) પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રભુમી ભારતમાં જન્મ લીધો વિરપુરમાં,જે સંત જલારામથી ઓળખાય
પિતા પ્રધાનઠકકર ને માતા રાજબાઈના,એ જગતપર સંતજલારામ કહેવાય
...એ પરમ પવિત્ર વિરબાઈના પતિદેવ થઈ જાય,જગતમાં એ વિરપુરના વૈરાગી કહેવાય
મળેલ દેહને પાવનરાહે લઈ જતા જલારામને,ના કોઇ મોહમાયા અડી જાય
પરમકૃપા મળી પરમાત્માની મળેલ દેહને,જે જીવનમાં ના અપેક્ષા થઈ જાય
પવિત્રજીવ એ પત્ની વિરબાઈનો જીવનમાં,એ પતિનાદેહની કૃપા મેળયીજાય
શ્રધ્ધાભાવથી જીવન જીવતા પરિવારને,પરમાત્માની પરમકૃપાનો અનુભવથાય
...એ પરમ પવિત્ર વિરબાઈના પતિદેવ થઈ જાય,જગતમાં એ વિરપુરના વૈરાગી કહેવાય
મળેલદેહને જીવન મળે જ્યાં દેહને સાચવીને ચલાય,સંગે ભોજન પણ લેવાય
મળેલ પવિત્ર ભોજન દેહને મળે,ના હોટલ રેસ્ટોરંટમાં કદીય જમવાને જવાય
પ્રેરણા કરી પ્રભુએ વિરપુરના પવિત્ર વૈરાગી,જલારામને જે અન્નદાનથી દેખાય
પવિત્રકૃપા વિરબાઈ પર પરમાત્માની,જે સંતની સેવા કરવા પ્રેમથી રાજી થાય
...એ પરમ પવિત્ર વિરબાઈના પતિદેવ થઈ જાય,જગતમાં એ વિરપુરના વૈરાગી કહેવાય.
જન્મદીવસની જ્યોતપ્રગટી ભારતમાં,એજ પવિત્ર ધરતીપર પવિત્રદેહ લઈ જાય
મળેલ માનવદેહને પ્રેરણા કરે પરમાત્મા,જે વિરપુરના જલારામના વર્તને દેખાય
કૃપા મળી માબાપની વિરપુરમાં સંતાનને,નિખાલસ ભાવનાથીએ કર્મ કરી જાય
જગતમાં પવિત્રસંતથી શ્રીજલારામ ઓળખાય,એ હિંદુધર્મની જ્યોત પ્રગટાવીજાય
...એ પરમ પવિત્ર વિરબાઈના પતિદેવ થઈ જાય,જગતમાં એ વિરપુરના વૈરાગી કહેવાય.
********************************************************************
સંત પુજ્ય જલારામબાપાના જન્મદીવસ નીમિત્તે સપ્રેમ ભેંટ. લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ