November 11th 2020

. . મા અંબાજી
તાઃ૧૧/૧૧/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આરાશુરથી પધારો હ્યુસ્ટન,મારા વ્હાલા માતાજીની કૃપા મેળવાય
પવિત્ર માતા અંબાજીના દર્શન કરતા,જીવનમાં શાંંતિય મળી જાય
.....એવા અમારા વ્હાલા આરાશુરના,મા અંબાજી અખંડ કૃપા કરી જાય.
ભક્તિરાહ પકડીને ચાલતા જીવનમાં,અનેક પવિત્રરાહ જ મેળવાય
પાવનકર્મ પકડીને ચાલતા કુટુંબમાં,માતાની પાવનકૃપા અનુભવાય
નાકોઇ તકલીફ અડે કે ના મોહમાયા,જીવથી પવિત્રકર્મ થઈ જાય
મળેલદેહ પર માતાની કૃપા થતા,જીવને સત્કર્મનો સંગાથ મળીજાય
.....એવા અમારા વ્હાલા આરાશુરના,મા અંબાજી અખંડ કૃપા કરી જાય.
આંગણે પધારી માતાજી આશિર્વાદ દે,જે મળેલ દેહથીજ અનુભવાય
પવિત્રકૃપા મળે પવિત્ર દીવસોમાં,જે અમારી પવિત્રપુંજા ઘરમાં કરાય
માતા અંબાજી આરાશુરથી પધાર્યા આંગણે,ત્યાં પધારોપ્રેમથી કહેવાય
પરમકૃપા મળી માતાની જે સંગે પાવાગઢથી કાળકામાતાને લાવી જાય
.....એવા અમારા વ્હાલા આરાશુરના,મા અંબાજી અખંડ કૃપા કરી જાય.
***********************************************************