November 23rd 2020
********
. .પાર્વતી પતિ
તાઃ૨૩/૧૧/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રભુમી ભારતપર દેહ લઈને પધાર્યા,જે પાર્વતીપતિ મહાદેવથી ઓળખાય
પરમાત્માનો પવિત્રદેહ અવનીપર,પાવનકૃપાએ પવિત્ર ગંગાને એ વહાવી જાય
.....એવા વ્હાલા બમબમભોલે મહાદેવને,સંગે પાર્વતીપતિ શંકર ભગવાન પણ કહેવાય.
અજબ શક્તિશાળી પવિત્ર ભગવાન,ભારતની ધરતીપર દેહ લઈને પધાર્યા હતા
રાજા હિમાલયની દીકરી થઈને આવ્યા અવનીપર,જે સતી પાર્વતીથી ઓળખાય
અનેકનામ મળ્યા શિવને ભારતમાં,જે શંકર,મહાદેવ,ભોલેનાથ,ઉમાપતિ કહેવાય
પવિત્ર અમૃત પાણી વહેવડાવ્યુ હિમાલયપરથી,જે ગંગાનદીના નામથી ઓળખાય
.....એવા વ્હાલા બમબમભોલે મહાદેવને,સંગે પાર્વતીપતિ શંકર ભગવાન પણ કહેવાય.
મળેલ માનવદેહને ભક્તિરાહ મળે,જે ૐ નમઃ શિવાયના સ્મરણથી જ મળી જાય
પાવનજીવન જીવતા શંકરભગવાન પાર્વતીમાતાના,પ્રથમ સંતાન ગણેશજી કહેવાય
કુળને આગળ લઈ જવા પરમકૃપાએ,બીજા સંતાન તરીકે કાર્તીકભાઇ આવી જાય
એવા મહાનકૃપાળુ ભારતની ભુમીપર,જે ત્રિશુળધારી પવિત્ર ભોલેનાથ પણ કહેવાય
.....એવા વ્હાલા બમબમભોલે મહાદેવને,સંગે પાર્વતીપતિ શંકર ભગવાન પણ કહેવાય.
********************************************************************