પરમકૃપાળુ માતા
*****.*****
. પરમકૃપાળુ માતા તાઃ૨૯/૧૧/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ મળેલ માનવદેહના જીવને પાવનરાહ મળે,જ્યાં નિર્મળરાહે ભક્તિ થાય પરમકૃપાળુ માતા દુર્ગાની કૃપા મળે,જ્યાં શ્રધ્ધાભાવનાથીજ પૂજન કરાય .....એજ માતા છે જગતમાં,જેના નવરાત્રીમાં માતાના નવ સ્વરૂપના દર્શન થાય. ભારતની ભુમીને પવિત્ર કરવા,અનેક સ્વરૂપ લઈ પરમાત્મા દેહ લઈજાય અવનીપર આગમન કરી મળેલદેહને,ભક્તિમાર્ગની પાવનરાહ આપી જાય નવદુર્ગાના સ્વરૂપને પવિત્રરાહે પગે લાગતા,માતાની પરમકૃપા મળી જાય ૐ હ્રીં દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાનુ સ્મરણ કરતા,મળેલદેહ પર કૃપાથઈ જાય .....એજ માતા છે જગતમાં,જેના નવરાત્રીમાં માતાના નવ સ્વરૂપના દર્શન થાય. કુદરતની પાવનકૃપા ભારત પર,જ્યાં અનેકદેહ લઈ પરમાત્મા આવી જાય પવિત્રરાહે જીવન જીવવા,અનેક ધાર્મીક મદીર હીંન્દુધર્મના પણ થઈ જાય આશિર્વાદ મળે વ્હાલા માતા દુર્ગાના,જે મળેલદેહના જીવને અનુભવ થાય અનેક સ્વરૂપ માતાના હતા,જે પવિત્રનવરાત્રીએ ભક્તોને દર્શનથી દેખાય .....એજ માતા છે જગતમાં,જેના નવરાત્રીમાં માતાના નવ સ્વરૂપના દર્શન થાય. ****************************************************************