જન્મદીવસની જ્યોત
*** ***
. .જન્મદીવસની જ્યોત તાઃ૪/૧૧/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ વ્હાલી અમારી લાડલી દીકરી દીપલને,આજે પ્રેમથી હેપ્પીબર્થડેજ કહેવાય સમયની પવિત્રરાહ પકડીનેચાલતી વ્હાલી દીકરી,આજે છત્રીસવર્ષની થાય ....એજ પરમકૃપા મળી સંત જલાસાંઇની,એ નિશીતકુમારની જીવનસંગીની થઈ જાય. પાવનકૃપા મળી પરમાત્માની જીવનમાં,એસદમાર્ગે જીવને શાંંતિઆપી જાય મળેલદેહને સત્કર્મનો સંગાથ મળે,ના કોઇ મોહમાયા કે અપેક્ષા અડી જાય માનવજીવનમાં સુખ શાંંતિનો સાથ મળે,જ્યાં નિર્મળ ભાવેજ ભક્તિ કરાય જન્મદીવસની પવિત્ર જ્યોત પ્રગટે,જે પપ્પા મમ્મીના આશિર્વાદથી મેળવાય ....એજ પરમકૃપા મળી સંત જલાસાંઇની,એ નિશીતકુમારની જીવનસંગીની થઈ જાય. ભક્તિમાર્ગની રાહે જીવન જીવતા,મળેલ દેહના કુળને એ આગળ લઈજ જાય પરમાત્માને પાવનપ્રાર્થના કરી વંદનકરતા,સમય સંગે મળેલદેહ પર કૃપા થાય વ્હાલી અમારી દીપલ પાવનરાહે જીવનજીવી,નિશીતકુમારને પ્રેમ આપી જાય મળેલદેહના જન્મદીવસને યાદ કરી જીવતા,સતમાર્ગે જીવનમાં શાંંતિ મળીજાય ....એજ પરમકૃપા મળી સંત જલાસાંઇની,એ નિશીતકુમારની જીવનસંગીની થઈ જાય. ****************************************************************** અમારી વ્હાલી દીકરી દીપલનો આજે જન્મદીવસ છે તેની જન્મતારીખને યાદ રાખી તે પ્રસંગ નિમીત્તે આ કાવ્ય તેને અમારા તરફથી સપ્રેમ ભેંટ. લી.પપ્પા સહિત મમ્મી,ભાઈ રવિ અને હિમા. *****************************************************************