July 8th 2012

પ્રેમ અંતરનો

.                   .પ્રેમ અંતરનો

તાઃ૮/૭/૨૦૧૨                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમ પાથરી અંતરનો,હું જીવનમાં નિર્મળ સ્નેહ કરું
જીવન ઉજ્વળ જ્યોત બને,એજ સ્મરણ ચરણે ધરુ
.                             ………………પ્રેમ પાથરી અંતરનો.
સુખ સાગરને માણી લેતાં,જીંદગી પાવન હું પામું
સ્નેહ ભરેલા સપનાઓ મળતા,પ્રેમપ્રભુનો હું માણું
સિધ્ધીના સોપાન મળતાં,માનવ થઈને જ હું જીવું
મોહ માયાની ચાદર હટતાં,જલાસાંઇની કૃપા પામુ.
.                            ……………….પ્રેમ પાથરી અંતરનો.
મળી જીવનમાં પ્રીત સૌની,ના અપેક્ષાય કોઇ રહી
કુદરતની એ કેડી ભક્તિની,મેળવી સિધ્ધીમે જાણી
સાચી શ્રધ્ધા મનથી મેળવતાં,ત્રાસ જીવના ભાગે
આવી મળે પ્રેમઅંતરનો,નાઅપેક્ષા કોઇમને લાગે
.                          ………………. પ્રેમ પાથરી અંતરનો.

======================================