July 24th 2012

પવિત્ર માસ

.                 .પવિત્ર માસ

તાઃ૨૪/૭/૨૦૧૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ

મતીને મળે ગતિ જીવનમાં,જ્યાં મનથી મહેનત થાય
સરળતાની મળી  જાય સાંકળ,જ્યાં ભક્તિ સાચી થાય
.                   …………………. મતીને મળે ગતિ જીવનમાં.
મળેલ જન્મ સાર્થક થઇજાય,જ્યાં સરળ જીવન જીવાય
કર્મના બંધન સાચવી ચાલતાં,માનવતાય  મહેંકી જાય
ભક્તિ કેરા સંગથી જીવનમાં,મળેલ જન્મ સફળ દેખાય
હિન્દુ ધર્મની સુંદર કેડી,પવિત્ર શ્રાવણ માસે જ મહેંકાય
.                 …………………….મતીને મળે ગતિ જીવનમાં.
સુર્યોદયનો સહવાસ મળતાં,પ્રભાતે પુંજન અર્ચન થાય
વ્રતઉપવાસની કેડીને પકડતાં,ધન્ય જીવન થતુ દેખાય
સતત સ્મરણ પ્રભુનુંકરતાં,જીવેઅનંત શાંન્તિ મળીજાય
ઉજ્વળ રાહ મળતાં અવનીએ,આજન્મ સફળ થઈ જાય
.                  …………………….મતીને મળે ગતિ જીવનમાં.

***************************************************