જન્મમરણની જ્યોત
. જન્મમરણની જ્યોત
તાઃ૧૯/૭/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મરણ હાથમાં ના માનવીના,સમય આવે આવી જાય
સારા કર્મને સંભાળતાં,દેહના સંસ્મરણો જગે રહીજાય
. …………………મરણ હાથમાં ના માનવીના.
કૃપા થતાં પરમાત્માની જીવે,માનવ જન્મ મળી જાય
કરેલ કર્મ બંધન છે જીવના,જગે સંબંધોથી સમજાય
કદીક ન કલ્પેલ સહવાસે,મળેલ જન્મસફળ થઈજાય
અવનીનાઆગમને અંતે,જીવને સુખશાંન્તિ મળીજાય
. …………………..મરણ હાથમાં ના માનવીના.
સુખદુઃખનીસાંકળ સૌને વળગે,નાકોઇ દેહથી છટકાય
સરળતાનેસાથે રાખીજીવતાં,કોઇતકલીફ નાઅથડાય
મળે પ્રેમ જીવનમાં અનોખો,જે સત્કર્મોથી જ મેળવાય
આફતનોનાસંકેતરહે,જ્યાંજીવથીભક્તિમાર્ગ મેળવાય
. …………………..મરણ હાથમાં ના માનવીના.
=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=