July 18th 2012

વિચાર આવ્યો

.                    .વિચાર આવ્યો

તાઃ૧૮/૭/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવી મનને મુંઝવણ ઘણી,ના કોઇથીય છટકાય
વિચાર આવ્યો પ્રભુકૃપાથી,સાચી ભક્તિએજબચાય
.                  ………………..માનવી મનને મુંઝવણ ઘણી.
જન્મ મરણના બંધન જીવને,કર્મ સંબંધેજ મેળવાય
અવનીપરના આગમને જીવને,સાચી સમજણ થાય
કર્મનીકેડી પકડે જીવને,જે જન્મમરણથી જ સમજાય
જલાસાંઇની પ્રીત પામતા,મુક્તિની રાહજ મળી જાય
.                 …………………માનવી મનને મુંઝવણ ઘણી.
કુદરતની આજ છે લીલા,અનેક દેહોથીજ  મેળવાય
માયા મોહના અતુટ છે બંધન,જે જીવને જકડી જાય
કળીયુગી વિચારના વાદળ છોડતાં,શાંન્તિને સહેવાય
ભક્તિનો સંગાથ સાચવતાં,મોહ ને માયા ભાગી જાય
.                  …………………માનવી મનને મુંઝવણ ઘણી.

=======================================