July 20th 2012

સાચી શ્રધ્ધા

               .સાચી શ્રધ્ધા

તાઃ૨૦/૭/૨૦૧૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ

શીતળ સ્નેહને પકડી ચાલતાં,આંખો ભીની થઇ
પ્રેમનીચાદર દેહને મળતાં,આનંદ આવ્યો અહીં
જ્યાં શ્રધ્ધા સાચી રહી,ત્યાંજ પ્રીત પરખાઇગઈ

નિર્મળતાના વાદળ જોતાં,જીવનેય શાંન્તિ થઈ
કળીયુગીમાયા દુર મુકતાં,ના આશા કોઇજ રહી
જાતપાતનામોહને મુકતા,જલાસાંઇથી પ્રીતથઈ
શાંન્તિજીવને સંગીજાતા,જગેપ્રેમની ઓળખથઈ
.                     ………………..જ્યાં શ્રધ્ધા સાચી રહી.
અવનીપર નામાગ મને જીવે,કર્મની સાંકળ જોઇ
મળી રાહ બંધનમાં જગે,ત્યાંજ સાચી સમજ થઈ
ઉજ્વળ કેડી મળી જીવને,જ્યાં ભક્તિ સાચી થઈ
અંતરમાં આનંદ અનેરો,જે જીવને આનંદદે અહીં
.                    ………………….જ્યાં શ્રધ્ધા સાચી રહી.

==================================